Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ભારત રસીકરણમાં દુનિયામાં બીજા નંબરે પણ કુલ વસ્‍તીના ૩ ટકા જ થયું વેક્‍સિનેશન

૨૧ કરોડથી વધુ વેક્‍સિનના ડોઝ અપાયા

ભારતમાં અત્‍યાર સુધીમાં ૨૧ કરોડ લોકોને વેક્‍સિન આપવામાં આવી છે. એક રીતે જોઈએ તો અમેરિકા બાદ ભારત બીજો એવો દેશ છે જયાં આટલા મોટા પ્રમાણમાં વેક્‍સિનેશન થયું છે. પણ આ કુલ વસ્‍તીના ફક્‍ત ૩ ટકા છે.

ભારતમાં અત્‍યાર સુધીમાં ૨૧ કરોડ લોકોને વેક્‍સિન આપવામાં આવી છે. એક રીતે જોઈએ તો અમેરિકા બાદ ભારત બીજો એવો દેશ છે જયાં આટલા મોટા પ્રમાણમાં વેક્‍સિનેશન થયું છે. પણ કુલ વસ્‍તી ૧૩૦ કરોડની છે જેમાં આ ૨૧ કરોડ લોકોને વેક્‍સિન આપવી એ સામાન્‍ય છે.આ કુલ વસ્‍તીના ફક્‍ત ૩ ટકા છે. રવિવારે સરકારે આ આંકડા જોતા સંકેત આપ્‍યા છે કે તેઓ આવનારા મહિનામાં ૨૫-૩૦ કરોડ ડોઝ ખરીદશે અને વેક્‍સિનેશન અભિયાનને ઝડપી બનાવશે.

અમેરિકા

અમેરિકામાં કુલ વસ્‍તીના ૪૦ ટકાને વેક્‍સિનના બંને ડોઝ મળ્‍યા છે. અહીં અત્‍યાર સુધીમાં ૨૯ કરોડથી વધુ લોકોને વેક્‍સીન અપાઈ છે. દેશના ૪૯ ટકા લોકો પહેલો અને ૪૦ ટકા લોકો બીજો ડોઝ લઈ ચૂક્‍યા છે.

બ્રિટન

બ્રિટનમાં કુલ વસ્‍તીના ૩૫ ટકા લોકો વેક્‍સિનના બંને ડોઝ લઈ ચૂક્‍યા છે. અહીં ૬ કરોડ ૨૬ લાખ લોકોને વેક્‍સિનના ડોઝ અપાયા છે. દેશની ૩૫ ટકા વસ્‍તીને બંને ડોઝ અપાઈ ચૂક્‍યા છે. ૫૭ ટકાને પહેલો ડોઝ અપાયો છે.

ભારત

ભારતમાં કુલ વસ્‍તીના ફક્‍ત ૩ ટકા જેટલું વેક્‍સિનેશન થયું છે. અહીં ૨૧ કરોડથી વધુ લોકોને વેક્‍સિનના ડોઝ અપાયા છે. પણ આ કુલ વસ્‍તીના ૩ ટકા છે. જેમને બંને ડોઝ મળ્‍યા છે. ફક્‍ત ૧૨ ટકા લોકો એવા છે જેઓને પહેલો ડોઝ અપાયો છે.

જર્મની

જર્મનીમાં ૧૬ ટકા લોકોને વેક્‍સિનના બંને ડોઝ અપાઈ ચૂક્‍યા છે. જર્મનીમાં ૪ કરોડ ૮૫ લાખ ડોઝ લગાવાયા છે. દેશની ૪૦ ટકા વસ્‍તીને વેક્‍સિનનો પહેલો અને ૧૬ ટકાને બીજો ડોઝ પણ આપી દેવાયો છે.

ફ્રાન્‍સ

ફ્રાન્‍સમાં ૧૫ ટકા લોકોએ વેક્‍સિનના બંને ડોઝ લીધા છે. દેશમાં કુલ ૩ કરોડ ૪૨ લાખ લોકોને ડોઝ અપાયા છે. દેશની ૩૫ ટકા વસ્‍તીને પહેલો અને ૧૫ ટકાને બીજો ડોઝ પણ આપી દેવાયો છે.

બ્રાઝિલ

અહીં કુલ વસ્‍તીના ૧૦ ટકા લોકોને વેક્‍સિનના બંને ડોઝ આપવામાં સફળતા મળી છે. બ્રાઝિલમાં કુલ ૬ તરોડ ૫૨ લાખ ડોઝ અપાયા છે. દેશની ૨૦ ટકા વસ્‍તીને પહેલો અને ૧૦ ટકાને બીજો ડોઝ અપાયો છે.

(10:19 am IST)