Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સરકારી બેંકો કોરોનાની સારવાર માટે રૂા. ૫ લાખ સુધીની લોન આપશે

૫ વર્ષની મુદત : ૮.૫ ટકા વ્‍યાજ

નવી દિલ્‍હી,તા. ૩૧: સરકારી બેન્‍કો કોરોનાની સારવાર માટે ખર્ચને પહોંચી વળવા માટે રૂા. ૫ લાખ સુધીની અનસિક્‍યોર્ડ પર્સનલ લોન આપશે. સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા એન ઇન્‍ડિયન બેન્‍કસ એસોસિએશન (આઇબીએ)એ સંયુકત પ્રેસ કોન્‍ફરન્‍સ યોજીને આ નિર્ણય જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પગારદાર હોય કે ન હોય, આ ઉપરાંત પેન્‍શનર્સને પણ સરકારી બેન્‍કો રૂા. ૨૫,૦૦૦થી લઇને રૂા. ૫ લાખ સુધીની લોન સારવાર પેટે થયેલા ખર્ચ માટે આપશે. આ ઉપરાંત ઓકિસજન પ્‍લાન્‍ટ સ્‍થાપવા માટે હેલ્‍થકેર બિઝનેસ લોન પણ તે આપશે. આ લોન ઇસીએલજીએસ સ્‍કીમમાં સુધારો કરીને તેના અંતર્ગત આપવામાં આવશે. તેમાં રૂાફ ૨ કરોડ સુધીની લોન ૭.૫ ટકાના વ્‍યાજદરથી આપવામાં આવશે.

રૂા. ૫ લાખની આ લોન ૫ વર્ષમાં ભરપાઇ કરવાની રહેશે. અને એસબીઆઇ તેના પર ૮.૫ ટકા વ્‍યાજ લેશે. બીજી બેંકો પોતાની રીતે વ્‍યાજદર નક્કી કરશે.

(10:24 am IST)