Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કોરોના ઉપર કાબુ... ૧૨ સપ્‍તાહમાં પહેલીવાર ઘટવા લાગ્‍યો મોતનો આંકડોઃ દૈનિક કેસ ૫૦ દિ'માં સૌથી ઓછા

લગભગ તમામ રાજ્‍યોમાં નવા કેસ ઘટયા : ભારતમાં કોરોનાની બીજી લહેરનું ઘટતું જોર : લાંબા સમય પછી મૃત્‍યુઆંકમાં મોટો ઘટાડો

નવી દિલ્‍હી તા. ૩૧ : કોરોનાની બીજી લહેરમાં ભારતમાં નવા કેસની સાથે મૃત્‍યુઆંકમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. દૈનિક કેસની સંખ્‍યામાં પાછલા અઠવાડિયાથી મોટો ફરક જોવા મળ્‍યો છે, પરંતુ મૃત્‍યુઆંકમાં ધીમી ગતિએ ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે, ૧૨ અઠવાડિયા પછી દેશમાં કોરોનાથી થતા દૈનિક મૃત્‍યુમાં ૧૭%નો ઘટાડો નોંધાયો છે. ૩૪ દિવસ પછી દેશમાં કોરોનાથી થતા મૃત્‍યુનો આંકડો ૩૦૦૦ની નીચે પહોંચ્‍યો છે.

કોરોનાની ત્રીજી લહેરનું જોર હવે ઘટતું દેખાઈ રહ્યું છે, દેશમાં સતત ત્રણ અઠવાડિયાથી નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, આ સાથે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજયો અને કેન્‍દ્ર સાશિત પ્રદેશોમાં પણ નવા કેસમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. ૨૪થી ૩૦ મે સુધીમાં દેશમાં ૧૨.૯૫ લાખ નવા કેસ નોંધાયા છે, જેમાં પાછલા અઠવાડિયાની સરખામણીમાં ૨૭%નો ઘટાડો નોંધાયો છે.

કોરોના વાયરસના કેસમાં જે રીતે છડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે તેવો ઘટાડો મૃત્‍યુઆંકમાં નથી જોવા મળી રહ્યો, દેશમાં ૨૪થી ૩૦ મે દરમિયાન ૨૪,૩૭૨ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્‍યો છે, આ અગાઉના અઠવાડિયા દરમિયાન આંકડો ૨૯,૩૩૧ પર પહોંચ્‍યો હતો.

આ પહેલા ૧૧ અઠવાડિયા સુધી કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં મૃત્‍યુઆંક ઊંચો જઈ રહ્યો હતો. આ પહેલા ૧-૭ માર્ચ દરમિયાન મૃત્‍યુઆંકમાં ઘટાડો નોંધાયો હતો. મે મહિનામાં કોરોનાથી થયેલા મૃત્‍યુનો આંકડો ૧.૧૫ લાખને પાર કરી ગયો છે.

જોકે, રવિવારે કોરોનાના લીધે દેશમાં થયેલા મૃત્‍યુનો આંકડો ૩૦૦૦ની નીચે પહોંચ્‍યો છે, આવું ૨૬ એપ્રિલ પછી પહેલીવાર થયું છે. દેશમાં ૨૪ કલાકમાં ૨,૭૨૨ દર્દીઓના મોત નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રના જૂના ઉમેરાયેલા ૪૧૨ મૃત્‍યુની ગણતરી કરવામાં નથી આવી. રાજયમાં પાછલા બે અઠવાડિયામાં જૂના બાકી રહેલા ૬૦૦૦ મૃત્‍યુ ઉમેરવામાં આવ્‍યા છે.

આ સાથે દેશમાં રવિવારે કોરોનાના નવા ૧,૫૩,૬૬૩ નવા કેસ નોંધાયા છે, ૫૦ દિવસ પછી આટલો મોટો ઘટાડો નોંધાયો છે. આ પહેલા ૧૦ એપ્રિલના રોજ ૧.૫૨ લાખ નવા કેસ નોંધાયા હતા. અઠવાડિયા દરમિયાન સૌથી વધુ ૨,૧૨,૦૮૩ કેસ નોંધાયા બાદ ઘટાડો નોંધાયો છે.

અઠવાડિયા દરમિયાન દેશના ૩૬ રાજયો અને કેન્‍દ્ર સાશિત પ્રદેશોમાંથી પાંચમાં જ પાછલા ૭ દિવસની સરખામણીમાં નવા કેસમાં વધારો થયો છે. જે રાજયો/કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં સિક્કિમ, મણિપુર, અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને લદાખનો સમાવેશ થાય છે. આ સિવાય આસામ અને ત્રિપુરામાં થયેલો ઘટાડો સામાન્‍ય

 

(11:00 am IST)