Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મમતાએ મોદીને પરખાવી દીધું કે અમારા ચીફ સેક્રેટરીને આવા ગંભીર સમયે છૂટા કરી શકાશે નહીં: કેન્દ્ર સાથે સીધી બાથ ભીડી

મમતા બેનરજીની ચોખ્ખીને ચટ વાત, આવા કટોકટીના સમયે પશ્ચિમ બંગાળની સરકાર તેના ચીફ સેક્રેટરીને છુટા કરી શકશે નહીં. મમતા બેનરજીએ વડાપ્રધાન મોદીને ચોખ્ખી ને ચટ વાત કરી દીધી છે. આજે તેમણે બોલાવેલ વાવાઝોડા અંગેની ખાસ રિવ્યુ બેઠકમાં ચીફ સેક્રેટરી હાજર રહેશે. કેન્દ્ર સરકારે ચીફ સેક્રેટરીની તાત્કાલિક ટ્રાન્સફર કરી દિલ્હી પોસ્ટિંગ આપ્યું છે અને હાજર થવા કહેવાયું છે. આમ હવે કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે વોર ઓફ નરવ્ઝ શરૂ થયેલ છે

(11:12 am IST)