Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

દેશના સામાન્ય માર્કેટિંગ પ્રોફેશનલને ફાઈઝર કંપનીના સીઇઓએ તુરત જવાબ આપતા ભારે આશ્ચર્ય સર્જાયું: આપણે ત્યાં આવું બની શકે ખરા ?

ભારતના ૫૮ વર્ષના માર્કેટિંગ પ્રોફેશનલ પ્રકાશ મીરપુરીએ ફાઈઝર કંપનીના સીઈઓ અને ચેરમેન આલ્બર્ટ બૌરલાને ઈ-મેઈલ પાઠવી પૂછ્યું હતું કે તેમની કંપની ભારતને ક્યારે કોવિડ-૧૯ વેકસીન આપી શકશે ? તેના આશ્ચર્ય વચ્ચે ફાઇઝર કંપનીના ચેરમેને તરત જ પ્રતિભાવ આપ્યો હતો. ફાઇઝરના બૌરલાએ  ભારતમાં તેમની વેકસીનને નિયમાનુસાર તુરત જ મંજૂરી મળી જાય તેવી આતુરતા દર્શાવી હતી

(11:32 am IST)