Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કેન્દ્ર -મમતા સરકાર વચ્ચે વિવાદ જારી

મોદી-મમતા 'ઠંડુ યુધ્ધ' ચાલુઃ ચીફ સેક્રેટરીને દિલ્હી બોલાવાયાઃ પ.બંગાળને રિલિવ જ ન કર્યા

નવી દિલ્હી, તા.૩૧: કેન્દ્ર અને બંગાળ સરકાર વચ્ચે ડખો ચાલુ જ છે. હવે ચીફ સેક્રેટરીને દિલ્હી બોલાવવા બાબતે બંને વચ્ચે ટકરાવ વધવાની શકયતા છે. સુત્રો અનુસાર, મમતા બેનર્જીની સરકાર તેમને રીલીવ નથી કરી રહી. જણાવી દઇએ કે મુખ્ય સચિવ અલાપન બંદોપાધ્યાયને કેન્દ્ર તરફથી ૩૧મે ની સવારે ૧૦ વાગ્યા સુધીમાં દિલ્હીમાં રિપોર્ટ કરવાનો આદેશ અપાયો હતો પણ રાજય સરકારે તેમને હજુ સુધી રિલીવ નથી કર્યા.

અલાપન બંદોપાધ્યાય સોમવારે મુખ્યપ્રધાન મમતા બેનર્જીના નેતૃત્વમાં થનારી બેઠકમાં પણ ભાગ લેશે. આ બેઠકમાં યાસ વાવાઝોડું અને કોરોના મહામારીના મુદાઓ પર ચર્ચા થવાની છે. તો બીજી તરફ અલાપનને રીલીવ ન કરવા બદલ બંગાળ સરકારને કેન્દ્ર સરકાર તરફથી આદેશ બહાર પાડી શકાય છે. જણાવી દઇએ કે આ મુદે ભૂતપૂર્વ ટોચના અધિકારીઓને વિધી નિષ્ણાતોનું માનવું છે કે કેન્દ્ર સરકાર માટે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલાપન બંદોબપાધ્યાયને રીટાયર થવાના દિવસે દિલ્હી બોલાવવાના પોતાના આદેશનું પાલન કરાવવું મુશ્કેલ બની શકે છે.

કેમ કે રાજય સરકાર પોતાના અધિકારોનો ઉપયોગ કરીને તેને કાર્યમુકત કરવાની ના પાડી શકે છે. ઉલ્લેખનિય છે કે કેન્દ્રએ બંદોપાધ્યાયને દિલ્હી બનાવવાનો આદેશ ચક્રવાતી તોફાન અંગે વડાપ્રધાન મોદી સાથે મુખ્યપ્રધાન મમતા બેનર્જીની મીટીંગને મુખ્યપ્રધાન દ્વારા ફકત ૧૫ મીનીટમાં પુરી કરવાથી ઉભા થયેલા વિવાદના થોડા કલાકોમાં જ આપ્યો હતો.

(11:42 am IST)