Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

વેક્સિનેશન પછી પણ એન્ટીબોડી નહીં બનતા પોલિસમાં ફરિયાદ

લખનઉમાં છેતરપીંડી અને જાનથી મારવાના પ્રયાસો અંતર્ગત કેસ ફાઈલ કરાવવા અરજી : વેક્સીન બનાવનારી કંપની ,આસીએમઆઈ, ડબલ્યુએચઓ અને તમામ સરકારી સંસ્થાઓનો પણ પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક વ્યક્તિએ કોરોના વેક્સિન લગાવ્યા પછી પણ એન્ટિ બોડી ન બનવા પર વેક્સિન બનાવનારી કંપની, આઈસીએમઆર, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને રાજ્ય- કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અધિકારીઓ વિરુદ્ધ લખનઉમાં છેતરપીંડી અને જાનથી મારવાના પ્રયાસો અંતર્ગત કેસ ફાઈલ કરાવવા અરજી કરી છે. હાઈપ્રોફાઈલ મામલો હોવાને કારણે વ્યક્તિએ સીઓ કેંટથી પણ ફરિયાદ કરી છે.

   પોલિસ ફરિયાદમાં લખ્યું છે કે પ્રતાપચંદ્ર નામના આ વ્યક્તિએ કોવિશિલ્ડ વેક્સિ 8 એપ્રિલે લગાવડાવી હતી. બીજા ડોઝની તારીખ 28 દિવસ પછી આપી હતી. પરંતુ તેને 6 અઠવાડિયા વધુ ટાળી દીધા હતા. પછી સરકારે જાહેર કર્યું કે હવે 6 નહીં 12 અઠવાડિયા પછી બીજો ડોઝ લાગશે. ફરિયાદી મુજબ વેક્સિન લગાવ્યા પછી પણ સ્વાસ્થ્ય ઠીક ન રહ્યું

  વ્યક્તિએ આઈસીએમઆરના ડાયરેક્ટરના નિવેદનની ટિપ્પણી કરતાં કહ્યું કે, કોવિશિલ્ડ વેક્સિનના પહેલા ડોઝ પછી પણ સારા લેવલની એન્ટી બોડી બને છે. એ પછી વ્યક્તિએ 25 મે 2021 ના એક સરકારી માન્યતાપ્રાપ્ત લેબમાં કોવિડ એન્ટીબોડીનો ટેસ્ટ કરાવ્યો. 27 મેના રિપોર્ટ નેગેટિવ આવ્યો. ફરિયાદ મુજબ વ્યક્તિના શરીરમાં એન્ટિ બોડી ના બની અને પ્લેટલેટ્સ પણ 3 લાખથી ઘટીને 1. 5 લાખ પહોંચી ગયા. વ્યક્તિએ આરોપ લગાવ્યો છે તેમની સાથે છેતરપીંડી થઈ છે

વ્યક્તિનું કહેવું છે કે આઈસીએમઆર અને સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે વેક્સિન લગાવવાથી એન્ટિબોડી ડેવલપ થશે, કોરોનાથી બચવા માટે સુરક્ષાકવચ તૈયાર થશે પરંતુ એન્ટિબોડી ના બની. પ્લેટલેટ્સ પણ ઘટી ગયા, જેનાથી સંક્રમણનો ભય વધી ગયો. જેનાથી ક્યારેય પણ મોત થઈ શકે છે. આ હત્યાના પ્રયાસનો વિષય છે.

 

વ્યક્તિએ કહ્યું કે તે તમામ સરકારી સંસ્થાઓનો પણ પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. જેની મંજૂરી પછી વેક્સિન લગાવવાની મંજૂરી મળી હતી. આ મામલો ઉચ્ચાધિકારીઓએ ધ્યાનમાં લીધો છે. જે પછી આગળની કાર્યવાહી કરી શકાય છે. વ્યક્તિએ કહ્યું કે જો એફઆઈઆર માટે કોર્ટ સુધી પણ તે પહોંચશે.

(1:05 pm IST)