Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સ્કાયમેટનો દાવો

કેરળમાં ચોમાસાનું આગમનઃ ૧૦મીએ મહારાષ્ટ્રમાં અને ૧૫ જુને ગુજરાત સહિત અડધા ભારતમાં મોનસૂન એન્ટ્રી કરશે

નવીદિલ્હીઃ સ્કાયમેટના શ્રી મહેશ પાલાવતે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ કેરળમાં આજે એન્ટ્રી કરી લીધી છે. બે દિવસ પહેલો જ કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચુકયું છે. હળવાથી મધ્યમ વરસાદ ચાલુ છે.

એક સાયકલોનિક સરકયુલેશન કર્ણાટકમાં બન્યું છે. પશ્ચિમ દિશામાંથી હવામાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. જેથી દક્ષિણ ભારતના અનેક શહેરોમા ધીમે- ધીમે વરસાદમાં વધારો થતો જશે.

ચોમાસુ ૫ જુને ગોવા આસપાસ ૧૦મીએ મહારાષ્ટ્રમાં તેમજ ૧૫ જુને અડધા ભારતમાં ચોમાસુ બેસી જાય તેવી ધારણા છે.

(1:15 pm IST)