Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

દેશભરમાં COVID-19 વેક્સીન માટે એક કિંમત હોવી જરૂરી : કેન્દ્રની બેધારી નીતિ સામે સુપ્રીમ કોર્ટની ખંડપીઠનો વેધક સવાલ : વેક્સિનના રજીસ્ટ્રેશન માટે પણ ગ્રામીણ વિસ્તારોમાં મુશ્કેલીઓ

ન્યુદિલ્હી : COVID-19 મેનેજમેંટ અંગેના સુ-મોટો કેસમાં આજરોજ  સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, એલ નાગેશ્વરા રાવ અને રવિન્દ્ર ભટની બેંચએ   કેન્દ્રની બેધારી નીતિ અંગે જણાવ્યું હતું કે દેશભરમાં COVID-19 વેક્સીન  માટે એક કિંમત હોવી જરૂરી છે.વેક્સિનના રજીસ્ટ્રેશન માટે પણ ગ્રામીણ વિસ્તારોમાં મુશ્કેલીઓ પડી રહી છે.

કેન્દ્રનું કહેવું છે કે તે મોટા પ્રમાણમાં વેક્સીન ખરીદે છે તેથી  તેને નીચા ભાવે  મળે છે. જો આ હકીકત છે, તો રાજ્યોએ ઊંચી કિંમત શા માટે ચૂકવવી પડે છે ? દેશભરમાં રસી માટે એક કિંમત હોવી જરૂરી છે. રોગચાળો છેલ્લામાં 2 માસમાં વધુ વકર્યો  છે.ઉપરાંત વેક્સિનના રજીસ્ટ્રેશન માટે પણ ગ્રામીણ વિસ્તારોમાં મુશ્કેલીઓનો  અનુભવ થઇ રહ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:47 pm IST)