Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

અમેરિકા ટેનેસીમાં વિમાન દૂર્ઘટનામાં ટારઝન શોના અભિનેતા જો લારા અને પત્નિ સહિત ૭ના મોત

.અમેરિકામાં ટેનેસી સ્થિત એક તળાવમાં વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થતાં 'ટારઝન-ધ એપિક એડવેન્ચર્સમાં ટારઝનનો રોલ નિભાવનાર અભિનેતા વિલિયમ જો લારા અને તેના પત્નિ સહિત ૭ના મોત થયા છે. આ દૂર્ઘટના શનિવારે થઇ હતી. લારાએ ૯૦નું દસકમાં ટેલિવિઝન શો ટારઝનમાં ભુમિકા નિભાવી હતી. સાત લોકો સાથેનું વિમાન તૂટી પડી પર્સી પ્રિસ્ટ તળાવમાં પડી ગયું હતું. રૂધરફોર્ડ કાઉન્ટીના ફાયર રેસ્કયુ કેપ્ટન જોન ઇંગલે કહ્યું હતું કે તળાવમાં બચાવ અભિયાન હજુ પણ ચાલી રહ્યું છે.

આ દૂર્ઘટનામાં વિલિયમ જે લારા, ગ્વેન એસ લારા, બ્રૈંડન હન્ના, ડેવિડ એલ માર્ટિન, જેનિફર જે માર્ટિન, જેસિકા વોલ્ટર્સ અને જોનાથન વોલ્ટર્સના મૃત્યુ થયા છે. આ બધા ટેનેસીના બ્રેંટવૂડના રહેવાસી હતાં. સોશિયલ મિડીયા પર બધા પતિ-પત્નિને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે. વિમાન સ્મિર્ના રૂધરફોર્ડ કાઉન્ટી એરપોર્ટથી પામ બીચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જઇ રહ્યું હતું.  જ્યાં આ વિમાન તૂટી પડ્યું એ પર્સી પ્રિસ્ટ તળવા નોૈકાવિહાર અને માછીમારી કરવા માટે લોકપ્રિય જગ્યામાં સામેલ છે.

(2:55 pm IST)