Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

આનું નામ કળિયુગ

ભેંસ સાથે કરવામાં આવ્યું દુષ્કર્મ

ભેંસના માલિકની ફરિયાદ પરથી પોલીસે આરોપીની કરી ધરપકડ

મેરઠ તા. ૩૧ :.. મેરઠમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એવો આરોપ મુકાયો છે કે એક ર૩ વર્ષના યુવકે ભેંસ સાથે દુષ્કર્મ કર્યુ છે. કહેવાયું છે કે આ યુવકે પહેલા પણ ભેંસ સાથે આવું ગંદુ કામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જયારે સતત આવું થતું રહ્યું તો ભેંસના માલિકે આ યુવક વિરૂધ્ધ એફઆઇઆર નોંધાવી હતી અને પોલિસે તેની ધરપકડ કરી હતી.

ભેંસના માલિક રૂમાલસિંહે આરોપ લગાવ્યો છે કે પાડોીશમાં રહેતા ર૩ વર્ષીય સુમીતે તેની ભેંસ સાથે દુષ્કર્મ કર્યુ છે અને તેણે આ કામ કરતા પોતાની સગી આંખે જોયો છે જણાવાયું છે કે સુમિત, રૂમાલસિંહનો પાડોશી છે અને ઘણા સમયથી ભેંસ સાથે આવું ખોટું કામ કરી રહયો હતો. દાવો કરાયો છે કે આ પહેલા પણ બે વાર સુમિતે  રૂમાલસિંહની ભેંસ સાથે દુષ્કર્મ કર્યુ હતું. ભેંસના માલિકે કહયું છે કે ર૬ મે ની રાત્રે પણ તેણે આવી હરકત કરી અને પછી ર૯ મે ના બપોરે ૩ વાગ્યે તે ભેંસ સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. ત્યારે લોકોની મદદથી તેને પકડીને પોલીસ સ્ટેશને લઇ ગયા હતા જયાં તેની ધરપકડ કરાઇ હતી.

આ ઘટના ફકત આશ્ચર્યજનક જ નથી પણ વિચારવા માટે મજબૂર કરે છે કે માણસનું કેટલું પતન થઇ ગયું છે. પોલીસે આ આરોપીની કેટલીય કલમો હેઠળ ધરપકડ પણ કરી છે. જણાવાયુ છે કે કલમ ૩૭૭ અને ૧૧ (જાનવરો પ્રત્યે ક્રુરતા નિવારણ અધિનીયમ ૧૯૬૦) હેઠળ કેસ નોંધાયો છે. અને હવે આરોપીને જેલ મોકલવાની તૈયારી થઇ છે.

અત્યાર સુધી આરોપીનું સ્ટેટમેન્ટ નથી આવ્યું. તેના તરફથી ના તો આ આરોપોને રદિયો અપાયો છે ના તો તેણે પોતાની ધરપકડ પર કોઇ પ્રતિક્રિયા આપી છે. પ્રશ્ન એ થઇ રહ્યો છે કે સુમિતની માનસિક સ્થિતિ બરાબર છે કે પછી તે કોઇ બિમારી ધરાવે છે. આ બધો તપાસનો વિષય છે.

(2:57 pm IST)