Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

રાજ્યના ૩૬ શહેરોમાં સમય અને પ્રતિબંધોમાં મળી શકે છે છૂટછાટ

વેપાર-ધંધાને ૩ ને બદલે ૬ વાગ્યા સુધીની છુટની શકયતા

અમદાવાદ, તા.૩૧: ગુજરાતમાં કોરોના સંકટ હળવુ થતાં ટૂંક સમયમાં રાજય સરકાર ૩૬ શહેરમાં નિયંત્રણમાં રાહત આપી શકે છે.

સરકાર ટૂંક સમયમાં લઈ શકે નિર્ણયઃ કર્ફ્યૂના સમયમાં ઘટાડી શકે છે સમયઃ ૧૦ વાગ્યા સુધીની મળી શકે છૂટછાટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો હતો. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં દ્યટાડો નોંધાઈ રહ્યો છે. દરરોજ નોંધાતા કેસની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે.  ત્યારે હવે સરકાર પણ આ મામલે મહત્વનો નિર્ણય લઈ શકે છે.

રાત્રિ કર્ફ્યૂના સમયમાં થઈ શકે ફેરફાર

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, રાજયમાં ૩૬ શહેરમાં નિયંત્રણમાં રાજય સરકાર વધુ છૂટછાટ આપી શકે છે. તો રાત્રિ કર્ફ્યૂના સમય પણ દ્યટાડીને રાતના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.

ધંધા-રોજગાર માટે પણ લેવાઈ શકે છે નિર્ણય

આ સાથે જ ધંધા-રોજગાર મામલે પણ સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે. જેમાં બપોરે ૩ વાગ્યાના સ્થાને ૬ વાગ્યા સુધીની છૂટછાટ આપવામાં આવી શકે છે. આમ નજીકના ભવિષ્યમાં આ અંગે સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે.

(3:34 pm IST)