Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કેન્દ્રએ સુપ્રિમ કોર્ટમાં ખોખારો ખાઇને કર્યો દાવો

૨૦૨૧ના અંત સુધીમાં બધાને વેકસીન આપી દેવાશે

કોર્ટે કહ્યું... સમગ્ર દેશમાં રસીની એક જ કિંમત હોવી જોઇએ

નવી દિલ્હી તા. ૩૧ : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં દેશના દરેક વયસ્કો એટલે કે ૧૮ વર્ષથી ઉંમરના દરેક લોકોને વેકસીન લગાવામાં આવશે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, જાન્યુઆરીથી માંડીને અત્યાર સુધીમાં પાંચ ટકા લોકોને કોરોનાના બંને ડોઝ લગાવામાં આવી ચુકયા છે.

જો કે અનેક જાણકારોનું કહેવું છે કે, આ વર્ષના અંત સુધીમાં ૩૦-૪૦ ટકા જ વસ્તીને રસી લગાવામાં આવી શકે છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કોરોના અવરોધી રસીકરણ માટે કોવિન એપ પર ફરજીયાત રીતે અરજી કરવા પર કેન્દ્રને સવાલ કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને તેમાં સમસ્યા આવી શકે છે.

બીજી બાજુ કોર્ટે કહ્યું કે, નીતિન નિર્માતા જમીની સ્થિતિ અંગે જાણો. એક ડિજીટલ વિભાજન નજર આવી રહ્યું છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછયું કે, રાજ્યો દ્વારા રસીની ખરીદી માટે અનેક ગ્લોબલ ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે શું આ જ સરકારની નીતિ છે ?

તે અંગે કેન્દ્રએ કોર્ટને જણાવ્યું કે, આ વર્ષના અંત સુધીમાં રસીકરણ કરવામાં આવશે. કેન્દ્રની ફાઇઝર જેવી કંપનીઓ સાથે વાત ચાલી રહી છે. જો તે સફળ રહે છે તો વર્ષના અંત સુધીમાં રસીકરણ પૂર્ણ કરવાની સમય મર્યાદા પણ બદલી જશે.

કેન્દ્ર સરકારે સોમવારના સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે તેને આશા છે કે આ વર્ષના અંત સુધી દેશમાં સૌને વેકિસન લાગી જશે. પોતાની વેકિસનેશન પોલિસી અને વેકિસનની અલગ-અલગ કિંમતોને લઇને સતત ટીકાઓનો સામનો કરી રહેલી સરકારે કોર્ટમાં કહ્યું કે, વર્ષ ૨૦૨૧ના અંત સુધી દેશની સંપૂર્ણ જનસંખ્યાને કોવિડ-૧૯ની વિરૂદ્ઘ વેકિસન લાગવાની આશા છે. સરકારની વેકિસન પોલિસીમાં અલગ-અલગ કિંમતો, વેકિસન શોર્ટેઝ અને ધીરેધીરે રોલઆઉટને લઇને ટીકા થઈ રહી છે.

આ મુદ્દે સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, આખરે કેન્દ્ર રાજયોને ૪૫થી વધારે ઉંમરની ઉંમરના લોકો માટે ૧૦૦ ટકા વેકિસન આપી રહી છે, પરંતુ ૧૮-૪૪ આયુવર્ગ માટે કેમ ફકત ૫૦ ટકા સપ્લાય કરી રહી છે?કોર્ટે પૂછ્યું કે, '૪૫થી ઉપરની જનસંખ્યા માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે વેકિસન ખરીદી રહી છે, પરંતુ ૧૮-૪૪ આયુવર્ગ માટે ખરીદીમાં ભાગલાં પાડી દેવામાં આવ્યા છે. વેકિસન નિર્માતાઓ તરફથી રાજયોને ૫૦ ટકા વેકિસન ઉપલબ્ધ છે, કિંમતો કેન્દ્ર નક્કી કરી રહ્યું છે અને બાકી ખાનગી હોસ્પિટલોને આપવામાં આવી રહી છે, આનો આધાર શું છે?

સુપ્રીમ કોર્ટના ૩ જજો- જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડ, એલ.એન. રાવ અને એસ. રવિન્દ્ર ભટની બેન્ચે સરકારને પૂછ્યું કે. 'તમારી દલીલ હતી કે ૪૫ વર્ષથી ઉપરના લોકોમાં મૃત્યુદર વધારે છે, પરંતુ બીજી લહેરમાં આ ઉંમરના લોકોમાં વધારે ખતરો નથી, ૧૮-૪૪ વર્ષના લોકો વધારે સંકટમાં છે. હવે જો વેકિસન ખરીદવાનું લક્ષ્ય છે તો સરકાર બસ ૪૫થી ઉપરવાળાઓ માટે કેમ વેકિસન ખરીદી રહી છે?' કોર્ટે સરકારના ડિજિટલ વેકિસનેશનને લઇને પણ ટીકા કરી અને રહ્યું કે, વેકિસનેશન માટે કોવિન પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશનની અનિવાર્યતાની આ ડિજિટલ વહેંચણી ગામોમાં વેકિસનેશનના પ્રયત્નો પર અસર નાંખશે, કેમકે ત્યાં ઇન્ટરનેટ એટલું સુવિધાજનક નથી.

(4:41 pm IST)