Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મહારાષ્ટ્રમાં ૧૫ દિવસ માટે વધ્યું લોકડાઉન

મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વચ્ચે રવિવારે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ રાજયની જનતાને સંબોધિત કરી : મહારાષ્ટ્રમાં હજુ ઘણા જિલ્લા એવા છે, જયાં નિયમ હળવા કરાયા અને ત્યાં કેસો વધવા લાગ્યા

મુંબઈ, તા.૩૧: મહારાષ્ટ્રમાં કોરોના સંકટની વચ્ચે રવિવારે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ રાજયની જનતાને સંબોધિત કરી. સીએમ ઉદ્ઘવ ઠાકરેએ રાજયમાં ચાલી રહેલા લોકડાઉનને ૧૫ દિવસ વધારવાની જાહેરાત કરી. સીએમએ કહ્યું કે, રાજયમાં હવે ૧૫ જૂન સુધી લોકડાઉન રહેશે. જિલ્લાના કેસ ટેલીના આધારે કેટલીક છૂટ અને પ્રતિબંધ લાગુ રહેશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે, 'અમે બસ એવો જ પ્રયાસ કરી રહ્યા છે કે આપણું રાજય સુરક્ષિત રહે. કડક લોકડાઉન નહીં પરંતુ આ વખતે કડક નિયમ કરાયા છે. સીએમએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં હજુ પણ ઘણા જિલ્લા એવા છે, જયાં નિયમ હળવા કરાયા અને ત્યાં કેસો વધવા લાગ્યા. શહેરથી વધુ ગામોમાં એવી સ્થિતિ જોવા મળી.

રવિવારે મોડી સાંજે પોતાના સંબોધનમાં સીએમએ કહ્યું કે, કોરોનામાં જે અમે જાહેરાત કરી તેમાં અમે અનાજ, શિવભોજન થાળીઓ અને એવી તમામ યોજનાઓ અંતર્ગત લોકોની મદદ કરી છે. ૫૫ લાખ ફ્રી શિવ ભોજન થાળી વહેંચી. ફેરીવાળાઓ અને ડોમેસ્ટિક કામ કરનારા લોકોની મદદ કરી. દરિયા કિનારાના ઘર ભૂકંપનો સામનો કરવા લાયક બનવા જોઈએ. તેમણે કહ્યું કે, અમારી યોજનાઓથી ૮૫૦ કરોડ લાભાર્થીઓને લાભ મળ્યો છે.

ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું કે, લોકો સતત સવાલ પૂછી રહ્યા છે. કોરોના કેસો ઓછા થયા તો શું લોકડાઉન હટશે? અમે બધા એવો જ પ્રયાસ કરી રહ્યા છીએ કે આપણું રાજય સુરક્ષિત રહે. કડક લોકડાઉન નહીં પરંતુ કડક નિયમ આ વખતે કરાયા છે. સીએમએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં હજુ પણ દ્યણા જિલ્લા એવા છે, જયાં નિયમ હળવા કરાયા અને ત્યાં કેસો વધવા લાગ્યા. શહેરથી વધુ ગામોમાં આવી સ્થિતિ જોવા મળી. મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ- મહારાષ્ટ્રમાં ઓકિસજન ઉત્પાદનની ક્ષમતા ૧૨૫૦૦ મેટ્રિક ટન હતી જેને વધારી ૧૩૦૦ મેટ્રિક ટન કરી દેવામાં આવ્યું પરંતુ દૈનિક જરૂરીયાત ૧૭૦૦૦ મેટ્રિક ટન પહોંચી ગઈ છે. હાલમાં તે કહી શકાય નહીં કે કોરોના વાયરસની ત્રીજી લહેર કયારે આવશે તેથી અમે અમારા સાવચેતી ઓછી કરીશું નહીં.

તેમણે કહ્યું કે, આંકડાની વાત કરીએ તો હજુ સુધી આપણે નીચે નથી આવ્યા. કોરોનામાં મહારાષ્ટ્ર નંબર એક પર જ છે. પરંતુ, એક રાહતની વાત છે કે, એકિટવ કેસો પહેલાથી ઓછા છે. સાથે જ સાજા થનારાની પણ સંખ્યા વધી છે. ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું કે, ગત વખતનો વાયરસ અને આ વખતનો વાયરસ અલગ છે. ત્રીજી લહેરમાં કેવું હશે એ પણ કહી શકાય નહીં. ઓકિસજન, બેડ બધું વધારાયું છે. જયારે એવા ફોન આવી રહ્યા હતા કે હોસ્પિટલમાં થોડા કલાકોનો જ ઓકિસજન બચ્ચો છે, ત્યારે ઘણો મુશ્કેલ સમય હતો. પરંતુ, ત્યારે અમે પૂરી તૈયારી કરી અને દર્દીઓ માટે ઓકિસજનની વ્યવસ્થા કરી.

ઠાકરેએ કહ્યું કે, જો વેકિસન પણ આપવામાં આવે તો આટલી મોટી વસ્તીને આપતા સમય લાગી જશે. તેવી આશંકા છે કે ત્રીજી લહેર બાળકોને સંક્રમિત કરી શકે છે. આ બધાને ધ્યાનમાં રાખતા બધા ડોકટરોની સાથે સંવાદ કરવાની જરૂરીયાત પર ભાર આપવામાં આવ્યો છે.

(4:43 pm IST)