Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સેન્સેક્સમાં ૫૧૫, નિફ્ટીમાં ૧૪૭ પોઈન્ટનો ઊછાળો

આરઆઈએલ અને ICICI બેક્નમાં સૌથી વધુ તેજી : આઇટી, ઓટોમોબાઈલ અને પીએસયુ બેંક સિવાય અન્ય તમામ સેક્ટરલ સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા

મુબઈ, તા. ૩૧ : સ્થાનિક શેરબજારોમાં વૃદ્ધિ ચાલુ રહી છે. બીએસઈનો ૩૦ શેરોનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સસોમવારે ૫૧૪.૫૬ પોઈન્ટ અથવા એક ટકાના વધારા સાથે ૫૧,૯૩૭.૪૪ પર બંધ રહ્યો હતો. રીતે એનએસઈ નિફ્ટી ૧૪૭.૧૫ અંક એટલે કે .૯૫ ટકાના વધારા સાથે ૧૫,૫૮૨.૮૦ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી પર જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં સૌથી વધુ .૨૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. રીતે આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ અને ટાટા સ્ટીલના શેર વધ્યા હતા. બીજી તરફ, એમ એન્ડ એમ, અદાણી પોર્ટ્સ, એચડીએફસી લાઇફ, આઇઓસી અને ઈન્ડસઇન્ડ બેંકના શેર ઘટાડા સાથે બંધ થયા છે.

સેક્ટોરલ ઈન્ડેક્સ વિશે વાત કરવામાં આવે તો આઇટી, ઓટોમોબાઈલ અને પીએસયુ બેંક સિવાય અન્ય તમામ સેક્ટરલ સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા છે. બીએસઈના મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ લીડમાં બંધ થયા છે.

બીએસઈ સેન્સેક્સ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ .૧૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો. રીતે આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં .૯૫ ટકા, ભારતી એરટેલના શેરમાં .૧૬ ટકા, ડો. રેડ્ડીના શેરમાં .૦૮ ટકા અને મારુતિના શેરમાં .૮૯ ટકાનો ઉછાળો આવ્યો છે. રીતે, આઇટીસી, એનટીપીસી, એક્સિસ બેક્ન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ, ટાઇટન, ઓએનજીસી, નેસ્લે ઇન્ડિયા, એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, બજાજ ફિનસર્વ, એસબીઆઇ, એચડીએફસી, ટીસીએસ, કોટક મહિન્દ્રા બેંક , બજાજ ફાઇનાન્સ અને એચસીએલ ટેકના શેર લીલા નિશાન પર બંધ થયા છે.

સેન્સેક્સ પર એમ એન્ડ એમના શેરમાં સૌથી વધુ .૫૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો. તે સમયે ઈન્ફોસીસ, એલએન્ડટી, ઈન્ડસઇન્ડ બેંક, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, બજાજ ઓટો અને પાવરગ્રિડના શેર ગિરાવટ સાથે બંધ થયા છે. એશિયાના અન્ય બજારોની વાત કરીએ તો શાંઘાઇ અને સિઓલના શેર બજારો લીલા નિશાન સાથે બંધ થયા છે.

બીજી તરફ, હોંગકોંગ અને ટોક્યોના શેર બજારો લાલ નિશાન સાથે બંધ થયા છે. યુરોપિયન બજારો વિશે વાત કરીએ તો, બપોરના સત્રમાં યુરોપિયન શેર બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.

(9:12 pm IST)