Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ

મોદી સરકાર દેશ માટે હાનીકારક ૭ વર્ષોમાં ૭ અપરાધીક ભુલો કરી

નવી દિલ્હી તા. ૩૧ : મોદી સરકારના ૭ વર્ષ પુરા થયા છે. સરકાર પોતાની ઉપલબ્ધીઓ ગણાવી રહી છે. જયારે બીજી તરફ કોંગ્રેસે રવિવારે ઘણા મુદ્દાઓ ઉપર સરકારને ઘેરી હતી.

કોંગ્રેસ દ્વારા સરકારના ૭ વર્ષના કાર્યકાળ દરમિયાન તેના ઉપર ૭ અપરાધીક ભુલ કરવાનો પણ આરોપ લગાડેલ. પાર્ટી પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવેલ કે સરકાર દેશ માટે હાની કારક છે. કોંગ્રેસે ૭ અપરાધીક ભુલ પણ ગણાવેલ.

અર્થવ્યવસ્થા બની  ગર્ત વ્યવસ્થા

ર૦૧૪માં જયારે મોદી સરકાર સત્તામાં આવી તો તેને વારસામાં કોંગ્રેસનો ૮.૧ ટકાનો જીડીપી વૃધ્ધી દર મળેલ. પણ કોરોના પહેલા મોદી સરકારના નાણાકીય કુપ્રબંધનથી જીડીપી દર વર્ષે ર૦૧૯-ર૦ માં તુટીને  ૪.ર ટકા રહી ગયેલ.

બે રોજગારી  બની મહામારી

મોદી સરકાર દર વર્ષે બે કરોડ રોજગારી આપવાનો વાયદો કરી સત્તામાં આવેલ છે.૭ વર્ષમાં ૧૪ કરોડ રોજગાર આપવો તો દુર પણ છેલ્લા ૪પ વર્ષોમાં સૌથી વધુ ચારેતરફ બેરોજગારી છે.

કમ્મરતોડ મોંઘવારીનો માર

હાલ ચારેય બાજુ હાહાકાર છે, એક તરફ કોરોના અને બીજી તરફ સરકાર નિર્મિત મોંઘવારી બન્ને દેશવાસીઓના દુશ્મન બનેલ છે ખાદ્ય પદાર્થોથી લઇને ઇંઘણના ભાવ આકાશે આંબ્યા છે. તેનું સૌથી મોટુ ઉદાહરણ ઘણા રાજયોમાં પેટ્રોલ ૧૦૦ અને સરસવનુ તેલ ર૦૦ રૂપિયા લીટરને પાર કરી ગયું  છે.

ખેડુતો ઉપર અહંકારી સત્તાનો પ્રહાર

આઝાદ ભારતના ઇતિહાસની આ પહેલી સરકાર છે. જે ફકત ખેડૂતોથી તેમની આજીવીકા છીનવી પુંજીપતી મિત્રોના ઘર ભરવા પણ ધુળધાણી કરી રહી છે. કયારેક લાકડીઓ વરસાવે છે અને કયારે આતંકી ગણાવે છે રસ્તામાં ખીલ્લા અને કાંટા બીછાવે છે.ર૦૧૪માં આવતા જ પહેલા અધ્યાદેશના માધ્યમથી ખેડુતોની જમીનના યોગ્ય વળતર કાયદા ર૦૧૩ ને બદલી જમીન હડપવાની કોશીશો કરેલ.

ગરીબ-મધ્યમ વર્ગ ઉપર માર

વિશ્વ બેંકના રિપોર્ટ જણાવેલ કે ભારતમા઼ યુપીએ -કોંગ્રેસના ૧૦ વર્ષના શાસનમાં ર૭ કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા, પણ મોદી સરકારના ૭ વર્ષ બાદ પીઇડબલ્યુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ મુજબ ર૦ર૦માં દેશમાં ૩.ર૦ કરોડ લોકો હવે મધ્યમ વર્ગની શ્રેણીથી બહાર થઇ ગયા છે. એટલુ જ નહી ર૩ કરોડ ભારતીય ફરી ગરીબી રેખાની નીચે આવ્યા છે. ગરીબીને બદલે મોદી સરકારે ગરીબો ઉપર વાર કર્યો છે.

મહામારીનો વાર, નિક્કમી-નાકારી સરકાર

કોરોનામાં અવ્યવસ્થાના કારણે દેશમાં લાખો લોકોએ તડપીને દમ તોડેલ. જો કે મોતના સરકારી આંકડા ૩ લાખ આસપાસ છે. પણ હકીકત તેનાથી અનેક ગણી છે. કારોનાએ ગામડાઓ, શહેરોમાં  અનેક પ્રિયજનોને છીનવી લીધો છે. પણ મોદી સરકાર દેશ પ્રત્યે જવાબદારીથી  પીછો છોડાવી ભાગી ગઇ

રાષ્ટ્રીય સુરક્ષા  સાથે ખીલવાડ

મીદી સરકાર દેશની સંપ્રભુતા અને સીમાઓની રક્ષા કરવામાં પૂર્ણ રીત ેનાપાસ થયેલ. ચીનને લાલ આંખ દેખાડવી તો દુર, ભાજપ સરકાર ચીનને લડાખમાં આપણી સીમામાં અંદર કરાયેલ બાંધકામથી પાછી પણ ધકેલી નથી શકી.

(4:46 pm IST)