Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ખેડૂતોની નૈયા પાર લગાવશે ઈકોફ્રેન્ડલી 'નૈનો યુરીયા'

નવા ઉત્પાદનથી ૫૦ટકા સુધી યુરિયાની બચત થશે

નવીદિલ્હીઃ કિશાનો માટે ખુશખબર છે, જે ભવિષ્યમાં કૃષિનું રૂખ પણ નક્કી કરશે, ખેતીમાં યુરીયા ખાતરમાં નૈનો પ્રયોગીકના આધારિત 'યુરીયા'ની શોધ કરવામાં આવી છે, આ જુલાઈથી મળશે, બિહાર કૃષિ વિશ્વવિદ્યાલય ના કુલપતિ ડો, આરકે સોહાનના જણાવ્યા અનુસાર વિશ્વવિદ્યાલય અને ઇફકોએ નૈનો યુરીયાના વિકલ્પને અપનાવવામાં આવ્યો,  તેનો નિષ્કર્ષ લાભદાયક સાબિત થયો, ના કે માત્ર ઉત્પાદકતા વધી, જયારે પાકની ગુણવતામાં પણ સુધારો થયો છે, સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી આ નૈનો ખાતર દેશભરના ખેડૂતો માટે ખુબજ લાભકારક છે,

ઇફકો નૈનો બાયો ટેકનોલોજી રીસર્ચ સેન્ટરના નિર્દેશક ડો. રમેશ રલીયા એ જણાવ્યું કે ભારત સરકાર યુરીયા થી સતત વધી રહેલા ખતરાથી છુટકારો મેળવવા માંગે છે, આજ કારણે નૈનો ઉત્પાદન વિકસિત કરવામાં આવ્યું છે.

૫૦ટકા  સુધીમાં થશે યુરિયાની બચત

કુલપતિ ડો. સોહનના  જણાવ્યા અનુસાર, ખેડૂતો માટે નૈનો યુરીયા ઓછુ ખર્ચાળ અને સસ્તું સાબિત થશે, તેમને કહ્યું કે ૧ લીટરના ઘોળમાં માત્ર ૨ એમએલ નૈનો યુરીયા એકદમ બરાબર રહેશે, આ નવા ઉત્પાદન થી ૫૦ટકા સુધી યુરિયાની બચત થશે,

અત્યાર સુધીના પ્રયોગોથી મળેલ પરિણામોમાં પાકનું ઉત્પાદન પણ ૮ થી ૧૦ ટકા સુધી વધ્યું છે, જયારે ડો. રમેશ રલીયા નું કહેવું છે કે આ ખુબજ સારી એકો ફ્રેંડલી ટેકનીક છે, ડો.રમેશે કહ્યું કે આ સુરક્ષિત ટેકનોલોજી માટ્ટી અને છોડ ને પોષણ પૂરૃં પડે છે.

(4:47 pm IST)