Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

દર્દીને લુંટવા બેઠી છે ખાનગી હોસ્પીટલો : કોવિડ-૧૯ના દર્દીનું બિલ બનાવ્યું રૂ.૧૯ લાખનું : ૮ લાખ ભર્યા છતાં મૃતદેહ ન દીધા

લખનૌની શરમજનક ઘટના

લખનૌ,તા.૩૧ : કોરોનાની બીજી લહેર ઓછી થઈ રહી છે, તેમ છતાં પણ લોકોની મુશ્કેલીઓ ખત્મ થવાનું નામ નથી લઈ રહી. હવે બેડ અથવા ઓકિસજન તો મળી રહ્યા છે, પરંતુ હોસ્પિટલોના ભારે-ભરખમ બિલની આગળ લોકો લાચાર જોવા મળી રહ્યા છે. એક આવી જ ઘટના ઉન્નાવના અનિલ કુમાર સાથે બની છે. અનિલની પત્નીનું કોરોનાથી મોત થઈ ગયું છે, પરંતુ બિલના ચુકવી શકવાના કારણે હોસ્પિટલ મૃતદેહ નથી આપી રહી.

ઉન્નાવના રહેવાસી અનિલ કુમારની પત્નીની લખનૌની ટેન્ડર પામ હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી. ખાનગી હોસ્પિટલે પીડિતને ૧૯ લાખનું બિલ પકડાવ્યું, જેમાંથી ૮ લાખ ભેગા પણ કરી લેવામાં આવ્યા, પરંતુ અત્યારે ૧૦ લાખ ૭૫ હજાર રૂપિયા ચુકવવાના બાકી છે. આના કારણે પીડિતની પત્નીનો મૃતદેહ આપવામાં હોસ્પિટલના કહી રહી છે. જાણકારી પ્રમાણે, લખનૌના ગોમતીનગર વિસ્તારમાં ટેન્ડર પામ નામની ખાનગી હૉસ્પિટલ છે, જેમાં પીડિતે પોતાની કોરોના પત્નીને એડમિટ કરાવી હતી.

પરિવારનો આરોપ છે કે ટેન્ડર પામ હોસ્પિટલે તેમને ૧૯ લાખ ૨૦ હજાર રૂપિયાનું બિલ આપ્યું, જેમાંથી તેમણે ૮.૮૫ લાખ ભેગા પણ કરાવી દીધા. પીડિતનું કહેવું છે કે રવિવારના મારી પત્નીનું મોત થઈ ગયું, ત્યારબાદ મે મારી પત્નીનો મૃતદેહ માંગ્યો તો તેઓ બાકીના પૈસા માંગવા લાગ્યા, જે હવે મારી પાસે નથી, પરંતુ હોસ્પિટલ ૧૦.૭૫ લાખ માંગી રહી છે. અનિલે લખનૌના ડીએમને ફરિયાદ કરી છે. આ ફરિયાદ પર પણ કોઈ કાર્યવાહી નથી થઈ.

(4:48 pm IST)