Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

‘ટારઝન’ ટીવી સિરીયલમાં મહત્વની ભૂમિકા ભજવનારા અભિનેતા જા લારા તથા તેના પત્ની સહિત ૭ના વિમાન દુર્ઘટનામાં મોત

નવી દિલ્હી: વર્ષ 1990ના સુપરહિટ ટીવી ધારાવાહિક ટારઝનમાં મહત્વની ભૂમિકા ભજવનારા અભિનેતા જો લારાનું એક પ્લેન ક્રેશમાં નિધન થયું છે. શનિવારે ઘટેલી આ દુર્ઘટના સમયે વિમાનમાં 58 વર્ષના જો સાથે તેમની પત્ની ગ્વેન લારા પણ સવાર હતી. જોની પત્ની ગ્વેનનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે.

તળાવમાં જઈને પડ્યું વિમાન

ક્રેશ બાદ જોનું વિમાન Nashville નજીક આવેલા Tennesse તળાવમાં જઈને પડ્યું. અકસ્માતમાં કુલ 7 લોકો માર્યા ગયા હોવાના સમાચાર છે. પોલીસ દુર્ઘટનાનું કારણ અને અન્ય કારણોની તપાસ કરી રહી છે. અત્રે જણાવવાનું કે ટીવી શો ટારઝનમાં તેમનું કામ ખુબ વખણાયું હતું. રદરફોર્ડ કાઉન્ટીના ફાયર રેસ્ક્યૂ કેપ્ટન જોન ઈંગલે એક નિવેદનમાં જણાવ્યું કે સ્મિર્ના પાસે પર્સી પ્રીસ્ટ લેકમાં શોધ અને બચાવ અભિયાન હજુ પણ ચાલુ છે.

આ લોકોના મોતના સમાચાર

કાઉન્ટીના અધિકારીઓએ જણાવ્યું કે આ સાત લોકોની ઓળખ બ્રેન્ડન હન્ના, ગ્વેન એસ લારા, વિલિયમ જે લારા, ડેવિડ એલ માર્ટન, જેનિફર એ માર્ટિન, જેસિકા વોલ્ટર્સ અને જોનાથન વોલ્ટર્સ તરીકે થઈ છે. આ તમામ ટેનેસીના બ્રેન્ટવુડના રહીશ હતા. પરિવારજનો તરફથી ખાતરી થયા બાદ તેમના નામ જાહેર કરાયા.

11 વાગે ઉડાણ ભરી હતી

જો લારા ટીવી ધારાવાહિક ટારઝન: ધ એપિક એડવેન્ચર્સમાં ટારઝનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેમની પત્ની ગ્વેન એસ લારા પણ વિમાનમાં હતી. અધિકૃત માહિતી મુજબ સ્મિર્ના રદરફોર્ડ કાઉન્ટી એરપોર્ટથી શનિવારે બપોરે 11 વાગે ઉડાણ ભર્યા બાદ સેસના સી 501 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈને સ્મિર્ના પાસે પર્સી પ્રીસ્ટ લેકમાં જઈને પડ્યું.

શું કહે છે પ્રત્યક્ષદર્શીઓ?

વિમાન સ્મિર્ના રદરફોર્ડ કાઉન્ટી એરપોર્ટથી પામ બીચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જઈ રહ્યું હતું. ટેનેસી રાજમાર્ગ પેટ્રોલિંગ ટીમે સમાચાર સંસ્થાઓને જણાવ્યું કે પ્રત્યક્ષદર્શીઓએ વિમાનને પાણીમાં પડતું જોયું હતું. ઘટનાસ્થળે રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ અને એફએએ બંને હાજર છે.

(5:35 pm IST)