Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કોરોના કેસના સુધારો થતા દિલ્હી, બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ સહિત ૧૩ રાજ્યોમાં લોકડાઉનના નિયમોમાં છૂટછાટ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની સ્થિતિ સુધરી રહી છે. રોજ સંક્રમણના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1.52 લાખ નવા કેસ અને 3128 મોત થયા છે. રિકવરી રેટ વધીને 91.60% થઇ ગયો છે. કોરોના સંક્રમણની ચેન તોડવા માટે કેટલાક રાજ્યોએ એપ્રિલ-મેમાં લોકડાઉન, આંશિક લોકડાઉન અને કોરોના કરર્ફ્યૂ જેવા પ્રતિબંધ લગાવ્યા હતા.

કેસ ઘટ્યા બાદ પણ દિલ્હી, યુપી, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોએ આ પ્રતિબંધોને થોડા દિવસ વધુ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, જેથી કેસ ફરી ના વધે.

દિલ્હી

દિલ્હીમાં જરૂરી વસ્તુઓને છોડીને લોકોની અવર જવર પર કરર્ફ્યૂને 7 જૂન સવારના 5 વાગ્યા સુધી વધારી દેવામાં આવ્યુ છે. સ્વીકૃત ઔધોગિક ક્ષેત્રોમાં બંધ પરિસરોની અંદર મેન્યુફેક્ચરિંગ/ પ્રોડક્શનની પરવાનગી હશે. આ યૂનિટ્સમાં કામ કરનારા કર્મચારીઓને પણ અવર જવરની પરવાનગી હશે.

લક્ષણ ના ધરાવતા કર્મચારીઓને જ પરિસરની અંદર બોલાવવા પડશે. કોવિડ પ્રોટોકોલનું પાલન પરિસરની અંદર કડકાઇથી કરવુ પડશે. થર્મલ સ્ક્રીનિંગ, હેન્ડ વોશ, સેનેટાઇઝરની વ્યવસ્થા કરવી પડશે. આખા પરિસરને સેનેટાઇઝેશન સમય સમયે કરાવવુ પડશે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે લાગુ કરર્ફ્યૂની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, જેમના અનુસાર 1 જૂનથી જે જિલ્લામાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 30 મેએ 600થી વધુ છે ત્યા કોઇ રીતની છૂટ લાગુ નહી હોય. આવા 20 જિલ્લા છે. બીજી તરફ બાકીના 55 જિલ્લામાં વીકેન્ડ અને નાઇટ કરર્ફ્યૂ લાગુ રહેશે.

જે જિલ્લામાં 600 એક્ટિવ કોરોનાના કેસથી ઓછા છે, આવા જિલ્લામાં સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી કંટેનમેન્ટ ઝોનને છોડીને બાકી જગ્યાને ખોલવાની પરવાનગી અઠવાડિયાના 5 દિવસ રહેશે.

હરિયાણા

હરિયાણામાં લૉકડાઉન 7 જૂન સુધી વધારી દેવામાં આવ્યુ છે. હવે રાજ્યમાં દુકાનો ઓડ-ઇવન મોડમાં સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

રાજ્યમાં કેટલાક પ્રતિબંધો સાથે મોલ સવારે 10 વાગ્યાથી સાંજ 6 વાગ્યા સુધી ખુલી શકશે.

શિક્ષણ સંસ્થાઓ 15 જૂન સુધી બંધ રહેશે

પંજાબ

પંજાબ સરકારે રાજ્યમાં કોરોના લોકડાઉનને 10 જૂન સુધી વધારી દીધુ છે. જોકે, સરકારે થોડી રાહત આપતા ખાનગી વાહનોમાં મુસાફરોની સીમા ખતમ કરી દીધી છે. આ સીમા કોમર્શિયલ વાહનોમાં ચાલુ રહેશે.

સાથે જ કેસ ઓછા થયા બાદ સરકારી હોસ્પિટલમાં OPD સેવા ફરી શરૂ કરવામાં આવી છે.

રાજસ્થાન

રાજસ્થાનમાં લોકડાઉન 8 જૂન સુધી લાગુ છે. આ દરમિયાન દૂધ-ડેરી અને ફળ-શાકભાજીની દુકાનો ખુલ્લી રહેશે.

રિક્ષા, લારી અને વેનમાંથી ફળ-શાકભાજી વેચનારાઓને પરવાનગી હશે. પબ્લિક પ્લેસ પર માસ્ક ના લગાવવા પર 1 હજાર રૂપિયા સુધીનો દંડ લાગશે, પહેલા આ રકમ 500 રૂપિયા હતી.

સરકારે 30 જૂન સુધી તમામ લગ્ન સમારંભને સ્થગિત કરવા માટે કહ્યુ છે

પશ્ચિમ બંગાળ

મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ છે કે રાજ્યમાં ના લોકડાઉન છે અને ના તો કરર્ફ્યૂ, પરંતુ કેટલાક પ્રતિબંધ છે. બંગાળમાં આ પ્રતિબંધ 15 જૂન સુધી લાગુ રહેશે.

જોકે, જૂટ ઇંડસ્ટ્રીને રાહત આપવામાં આવી છે, આ સિવાય જો કંસ્ટ્રક્શનનું કામ પણ શરૂ થઇ શકે છે તો તેની માટે મજૂરોએ વેક્સીનેશન કરાવવુ જરૂરી છે અને તેમણે રહેવા માટે જગ્યા આપવી પડશે.

કેરળ

મુખ્યમંત્રી પિનરઇ વિજયને લોકડાઉન જેવા પ્રતિબંધોને 9 જૂન સુધી વધારી દીધા છે.

સોમવાર, બુધવાર અને શુક્રવારે બેન્ક સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

સોમવાર, બુધવાર અને શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધી એજ્યુકેશનલ બુક્સ, લગ્નના કપડા, જ્વેલરી અને ફૂટવિયર વેચનારી દુકાનો પણ ખુલ્લી રહેશે.

તમિલનાડુ

રાજ્યમાં લોકડાઉનને 7 જૂન સુધી વધારી દેવામાં આવ્યુ છે. પ્રોવિજન સ્ટોર્સ જરૂરી સામાનને કાર્ટ અથવા વાહનથી પોતાના વિસ્તારમાં સ્થાનિક તંત્રની પરવાનગીથી વેચી શકશે.

પોડિચેરી

પોડિચેરીમાં પણ લોકડાઉન 7 જૂન સુધી વધારવામાં આવ્યુ છે. જરૂરી સેવા સવારના 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

મહારાષ્ટ્ર

ઉદ્ધવ ઠાકરે સરકારે લોકડાઉન જેવા પ્રતિબંધોને 15 જૂન સુધી વધારી દીધા છે. સૌથી વધુ કોરોના પ્રભાવિત થયેલા રાજ્યમાં પ્રથમ વખત 14 એપ્રિલે પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા.

ગોવા

ગોવા સરકારે કોરોના કરર્ફ્યૂને 7 જૂન સુધી વધારવાની જાહેરાત કરી છે. આ 31 મેએ પૂર્ણ થઇ રહ્યુ હતું.

બિહાર

બિહારમાં 8 જૂન સુધી પ્રતિબંધ લાગુ રહેશે. જોકે, એક બદલાવ કરતા રાજ્ય સરકારે ખાદ્ય બીજની દુકાનોને ખોલવાની પરવાનગી આપી છે. સ્કૂલ,કોલેજ, શૈક્ષણિક સંસ્થા પહેલાની જેમ બંધ રહેશે.

ઝારખંડ

ઝારખંડમાં વર્તમાન પ્રતિબંધ 3 જૂન સુધી લાગુ રહેશે. બસોની ઇન્ટર અને ઇંટ્રા-સ્ટ્રેટ અવર જવરને રોકવામાં આવી છે અને પ્રાઇવેટ વાહનો માટે ઇ-પાસ જરૂરી કરવામાં આવ્યુ છે.

(5:36 pm IST)