Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સેવા ઇન્ટરનેશનલની પ્રશંસનીય સેવા : ભારતમાં 100 ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરશે : ભારતભરની હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે નાણાં પૂરા પાડશે

હ્યુસ્ટન : સમાજ સેવા ક્ષેત્રે અગ્રણી ઓર્ગેનાઈઝેશન સેવા ઇન્ટરનેશનલએ  પ્રશંસનીય સેવા હાથ પર લીધી છે. જે મુજબ તે ભારતમાં 100 ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરશે . ભારતમાં ઓક્સિજનની તંગી ઓછી કરવા માટે ભારતભરની હોસ્પિટલોમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થાપવા માટે નાણાં પૂરા પાડશે તેવું એક અખબારી યાદીમાં જણાવાયું છે.

સેવા ઇન્ટરનેશનલ દ્વારા આ ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે ભંડોળ ઊભુ  કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.  જે માટે  61,000,  81,000 અથવા 121,000 ડોલરનું  ડોનેશન  ઇચ્છિત કદના નવા ઓક્સિજન પ્લાન્ટની સ્થાપનામાં મદદ કરી શકે છે. આ અભિયાન ભારતના હેલ્થ કેર ક્ષેત્રે શહેરી અને ગ્રામીણ વિભાગ વચ્ચેનો તફાવત  દૂર કરવા દેશના વિવિધ ભાગોમાં અમલી બનાવાશે .

ટેક્સાસના હ્યુસ્ટન ખાતેના  સેવા ઈન્ટરનેશનલના પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન શ્રી અરુણ કાંકણીએ જણાવ્યું હતું કે હાલની કોવિડ -19 કટોકટીનો સામનો કરવાની ભારતની ઓક્સિજન નિર્માણની ક્ષમતા વધારવામાં આવશે. જેનાથી રોગચાળાની સંભવિત ત્રીજી તરંગનો પણ સામનો કરવામાં મદદ મળશે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:17 pm IST)