Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

એલોપેથી વિવાદ: ઉત્તરાખંડમાં ખાનગી સાથે હવે સરકારી ડોક્ટરો પણ બાબા રામદેવની વિરોધમાં

બાબા રામદેવની ધરપકડની માંગ માટે કાળા પટ્ટી બાંધી તમામ સરકારી અને ખાનગી તબીબો કામ કરશે.

નવી દિલ્હી : એલોપથી અંગે બાબા રામદેવના નિવેદન બાદ હવે આ મુદ્દો જોર પકડી રહ્યો છે. ઉત્તરાખંડના સરકારી તબીબો પણ ભારતીય મેડિકલ એસોસિએશન (આઈએમએ)ના સમર્થનમાં બહાર આવ્યા છે. આ જ ક્રમમાં મંગળવારે બાબા રામદેવની ધરપકડની માંગ માટે કાળા પટ્ટી બાંધી તમામ સરકારી અને ખાનગી તબીબો કામ કરશે.

  પ્રાંતિય મેડિકલ સર્વિસીસ એસોસિએશન (પીએમએચએસ)ના રાજ્ય મહામંત્રી ડો.મનોજ વર્માએ કહ્યું કે બાબા રામદેવના નિવેદનને કારણે ડોકટરોનું મનોબળ ઘટી ગયું છે. ડોકટરો કોરોના ચેપગ્રસ્ત દર્દીઓના ઇલાજ માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એલોપથીની પદ્ધતિ વિશે બાબા રામદેવનું નિવેદન નિંદનિય છે. સાથે જ તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર પણ આ મામલે કંઇ કરી રહી નથી. તેથી, તેમણે તમામ સરકારી તબીબોને પણ આઇએમએના આ આંદોલનમાં પોતાનું સમર્થન આપવા અપીલ કરી છે

(10:35 pm IST)