Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ભારતમાં પ્રથમવાર મળેલા કોરોના વાયરસના વેરિએન્ટને ડેલ્ટા વેરિએન્ટના નામથી ઓળખાશે : WHOનો નિર્ણય

ભારતમાં મળેલા બીજા વેરિએન્ટને કપ્પા નામથી ઓળખવામાં આવશે.

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંગઠનએ કહ્યું કે, ભારતમાં પ્રથમવાર મળેલા કોરોના વાયરસના વેરિએન્ટને ડેલ્ટા  વેરિએન્ટના નામથી ઓળખવામાં આવશે. તેને ડબલ મ્યૂટેટ વાયરસના નામથી પણ ઓળખવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે આ વેરિએન્ટને ઈન્ડિયન કહેવા પર વિવાદ થઈ રહ્યો છે અને કેન્દ્ર સરકારે તેના પર આકરો વિરોધ નોંધાવ્યો હતો. તો ભારતમાં મળેલા બીજા વેરિએન્ટને કપ્પા નામથી ઓળખવામાં આવશે.

ડબલ મ્યૂટેટ કે ડેલ્ટા વેરિએન્ટ B.1.617 ને ભારતમાં સંક્રમણની બીજી લહેર માટે જવાબદાર માનવામાં આવે છે. વાયરસનું આ સ્વરૂપ મૂળ વાયરસથી વધુ સંક્રામક જોવા મળ્યું છે. ભારત બાદ અનેક દેશોમાં આ વાયરસની હાજરી જોવા મળી છે અને WHO તેનો ચિંતા વધારનાર વેરિએન્ટ ગણાવી ચુક્યુ છે

(11:22 pm IST)