Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મહારાષ્ટ્રમાં મરાઠા સમૂદાયના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય : ઉદ્ધવ સરકારનો માસ્ટર સ્ટ્રોક

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યના મરાઠા સમૂદાયના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય લીધો છે.

સીધી સેવા ભરતીમાં મરાઠા ઉમેદવારોને ૧૦ ટકા અનામતનો પણ લાભ મળશે. મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમનો ચુકાદો ઉલટાવ્યો.

આજે સોમવારે ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા જારી આદેશમાં કહેવાયું કે આર્થિક રીતે નબળા મરાઠા સમૂદાયના યુવાનોને શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામત મળશે. સરકારે સીધી સેવા ભરતીમાં મરાઠા ઉમેદવારોને ૧૦ ટકા અનામતનો લાભ આપવાની પણ જાહેરાત કરી છે.

(12:52 am IST)