Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

અમેરિકામાં કુટુંબ સાથે સમય વિતાવવો પ્રાથમિકતા

યુવા, નોકરિયાત અને વડીલોએ બધાને પરિવાર સૌથી ટોચના ક્રમે મૂકયો હતો

નવી દિલ્હી,તા.૩૧ : અમેરિકામાં એક તૃતીયાંશ અમેરિકી લોકો માટે પરિવાર સાથે સમય વિતાવવો જિંદગીમાં સૌથી મહત્ત્વની બાબત છે. તેમની વ્યકિતગત પ્રાથમિકતાઓમાં ફિઝિકલ એકિટવિટી, ધર્મ-કર્મ, કેરિયરમાં સફળતા અને બહાર ફરવા કરતાં પણ વધુ જરૃરી પરિવારને સમય આપવો છે, એમ પ્યુ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે. સર્વેમાં ૭૩ ટકા અમેરિકનો માને છે કે તેમના માટે પરિવારને પ્રાથમિકતા આપવી એ સૌથી વધુ મહત્ત્વની બાબત છે. ૧૦માંથી નવ લોકોએ કહ્યું હતું કે કોઈ પણ કામની તુલનામાં તેઓ પરિવારને સમય આપવો વધુ પસંદ કરે છે. યુવા, નોકરિયાત અને વડીલોએ બધાને પરિવાર સૌથી ટોચના ક્રમે મૂકયો હતો.

ધર્મ-કર્મ મામલે ૫૦ ટકા લોકોએ મહત્ત્વનું માન્યું હતું, જયારે ૨૧ ટકા એને વધુ મહત્ત્વ નહોતું આપ્યું. ૬૧ ટકા રિપબ્લિકનોએ ૪૦ ટકા ડેમોક્રેટ્સે ધર્મ-કર્મને મહત્ત્વનું માન્યુ હતું. હરવા-ફરવાનું અને કુદરતની નજીદીકીને ૨૯ ટકા અમેરિકનો મહત્ત્વ આપે છે, જયારે ૪૩ ટકા એને જરૃરી માને છે. જયારે ૨૩ ટકા માટે એ સામાન્ય વાત છે. આ સાથે સંગીત, કલા અને લેખન જેવી રચનાત્મકતાને ૪૩ ટકા અમેરિકનો મહત્ત્વ આપે છે, જયારે ૪૦ ટકા લોકો સામાજિક સક્રિયતાને મહત્ત્વની માને છે.આ સર્વેમાં ૬૫થી વધુ વયવાળા (૬૦ ટકા)ને ધાર્મિક આસ્થાનું પાલન મહત્ત્વનું લાગે છે, જયારે ૧૮-૨૯ વયવાળા ૪૦ ટકા એવું માને છે. ૬૫દ્મક વધુ વયવાળા કેરિયરમાં સફળતાને અને રચનાત્મકતાને જરૃરી નથી સમજતા, જયારે ૧૮-૨૯ વયવાળા ૭૬ ટકા લોકો કેરિયર વધુ મહત્ત્વની ગણે છે.

(4:19 pm IST)