Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

અમેરિકામાં દલિતો - મુસ્લિમો અંગે બોલી રાહુલ ફસાયા

રાહુલે પોતાના પગ ઉપર કુહાડો માર્યો : કોંગ્રેસને જ ભાંડી : દેશમાં મુસ્લિમોની હાલત દલિતો જેવી : ૧૯૮૦ની વાત જણાવી : ૮૦ના દાયકામાં ઇન્દીરા ગાંધીની સરકાર હતી : નિવેદનથી હોબાળો

નવી દિલ્હી તા. ૩૧ : કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી દલિતો અને મુસ્લિમો અંગે નિવેદન કરી પોતાના પગ ઉપર કુહાડો માર્યો હોય તેમ જણાય છે. તેમણે આ બાબતે નિવેદન કરતા હોબાળો મચી ગયો છે એટલું જ નહિ કોંગ્રેસ પક્ષ પણ બચાવની સ્થિતિમાં આવી ગયો છે. અમેરિકામાં રાહુલ ગાંધીએ એવું નિવેદન કર્યું હતું કે આજે દેશમાં મુસ્લિમોની જે સ્થિતિ છે તેમની સાથે જે થઇ રહ્યું છે તે ૮૦ના દાયકામાં દલિતો સાથે થતું હતું. અત્રે એ નોંધનીય છે કે ૮૦ના દાયકામાં કેન્દ્રમાં ઇન્દીરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસની સરકાર સત્તારૃઢ હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકા પહોંચ્યા, ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. તેમણે સરકાર પર મુસ્લિમોની હાલત 'દલિતો જેવી' કરવાનો આરોપ લગાવ્યો. સાન ફ્રાન્સિસ્કોમાં આયોજિત એક કાર્યક્રમમાં રાહુલે કહ્યું કે આજે ભારતમાં મુસ્લિમો સાથે જે થઈ રહ્યું છે, તે ૮૦ના દાયકામાં દલિતો સાથે થતું હતું. તેમણે કહ્યું કે આ પડકારનો સામનો કરવો પડશે. ખાસ વાત એ છે કે ભારતમાં ૮૦ના દાયકામાં દિવંગત ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં માત્ર કોંગ્રેસની જ સરકાર હતી. તેઓ ૪ જૂન સુધી અમેરિકાની મુલાકાતે રહેશે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારતમાં મુસ્લિમોની સ્થિતિને લઈને અમેરિકામાં નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હવે ભારતમાં મુસ્લિમોની હાલત ૮૦ના દાયકામાં યુપીમાં દલિતો જેવી જ છે. 'બે એરિયા મુસ્લિમ કોમ્યુનિટી'ના એક પ્રશ્નના જવાબમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ કહ્યું કે જે રીતે તમારા (મુસ્લિમો) પર હુમલા થઈ રહ્યા છે, હું ખાતરી આપી શકું છું કે શીખ, ખ્રિસ્તી, દલિત, આદિવાસીઓ પણ એવું જ અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું કે આજે મુસ્લિમો સાથે જે થઈ રહ્યું છે તે ૧૯૮૦ના દાયકામાં યુપીમાં દલિતો સાથે થયું હતું. ખાસ વાત એ છે કે રાહુલ જે ૮૦ના દાયકાનો ઉલ્લેખ કરી રહ્યા છે તે દરમિયાન લગભગ ૮ વર્ષ સુધી યુપીમાં માત્ર કોંગ્રેસની જ સરકાર હતી. આવી સ્થિતિમાં રાહુલે યુપીનું ઉદાહરણ આપીને કોંગ્રેસને ફસાવી છે.

રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે જો મુસ્લિમોની સ્થિતિ પહેલાની જેમ પુનઃસ્થાપિત થાય અથવા સામાન્ય સ્થિતિ આવે તો તમે શું સંદેશ આપવા માંગો છો. તેના પર રાહુલે કહ્યું કે આ પરિસ્થિતિ વિશે બોલવાની એક લાઇન છે - નફરતના બજારમાં પ્રેમ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આજે મુસ્લિમો સૌથી વધુ અનુભવી રહ્યા છે કારણ કે આ તેમની સાથે સીધું થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આવું મોટાભાગે લઘુમતીઓ સાથે થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે હું ખાતરી આપી શકું છું કે દલિતો પણ આવી જ લાગણી અનુભવતા હશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં સમયાંતરે આવું થતું રહ્યું છે. આજે મુસ્લિમો સાથે શું થઈ રહ્યું છે. ૮૦ના દાયકામાં દલિત સમુદાય સાથે આવું બન્યું હતું. જો તમે ૮૦ના દાયકામાં યુપીમાં જુઓ તો દલિતોની હાલત એવી જ હતી જે આજે મુસ્લિમોની છે. જેથી દેશમાં સમયાંતરે આવી ઘટનાઓ બનતી રહી છે. આવા પડકારો આપણી સામે આવતા જ રહે છે અને આપણે આવા પડકારો સામે લડવાનું છે

રાહુલ ગાંધીએ કહ્યું કે વાસ્તવમાં જે પણ આજે ભારતના ગરીબ વર્ગમાં છે, જયારે તે દેશના પસંદગીના અમીરોને જુએ છે, ત્યારે તે પણ તમારા જેવા જ અનુભવે છે. તે પણ વિચારે છે કે આખરે શું થઈ રહ્યું છે. કેવી રીતે ૪-૫ લોકો પાસે લાખો અને કરોડો રૃપિયાની સંપત્ત્િ। છે અને મારી પાસે ખાવા માટે કંઈ નથી. રાહુલે કહ્યું કે આ વાતને નફરતથી ખતમ કરી શકાય નહીં. તેમણે કહ્યું કે આ નફરતનો અંત પ્રેમ અને સ્નેહથી જ થઈ શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશનો સામાન્ય માણસ કોઈને નફરત કરતો નથી. કોઈને મારવાનું વિચારતો નથી. તેમણે કહ્યું કે આ બહુ ઓછા લોકો છે જેમનું સિસ્ટમ પર નિયંત્રણ છે. મીડિયા પર તેમનું નિયંત્રણ છે. પૈસાવાળા લોકો તેમની પાછળ સંપૂર્ણ સમર્થન ધરાવે છે.

(4:26 pm IST)