Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

વાણીની મીઠાશ પારકાને પણ પોતાના બનાવી લે છેઃ આ. પૂ. મહાશ્રમણજી

મહારાષ્ટ્રના વનગાવ ખાતે અણુવ્રત યાત્રા દરમિયાન જ્ઞાનવાણી

મુંબઇ તા. ૩૧ :.. જૈનાચાર્ય પૂ. શ્રી મહાશ્રમણજી અણુવ્રત યાત્રા હેઠળ મુંબઇના પાલઘર જીલ્લાના વનગાવમાં પ્રવેશ કર્યો હતો. પૂ. શ્રીએ જણાવેલ કે, અમારા શ્રોર્તદ્રીય છે, જેની પાસે કાન હોય છે, સાંભળવાની શકિત હોય છે તે પંચેન્દ્રીય હોય છે. કાનના અભાવમાં કોઇ પંચેન્દ્રીય ન હોય શકે. આપણી પાસે એક મુંહ અને બે કાન છે એટલે વધુ સાંભળો અને ઓછુ બોલો. વાણી કલ્યાણી પણ હોય શકે છે અને અકલ્યાણી પણ. હા કયારે કેટલું બોલવું તે વાતનો વિવેક હોવો  જોઇએ. આપણી ભાષા દૂધમાં સાકરની જેમ મીઠી અને બુધ્ધીમતાપૂર્ણ હોવી જોઇએ. વાણીમાં સત્ય, મીઠાશ અને મિત ભાષીતા રહેવી જોઇએ.

સારા અને સાચા સંતોની સંગત તથા વાણી સાંભળીને આપણું કલ્યાણ અને પાપ  બંને જાણી શકીએ છીએ. જે હિત કર હોય તેને ગ્રહણ કરવું અને પાપકારીને છોડી દેવું જોઇએ. તીર્થકરની વાણી સર્વોત્તમ હોય છે, પણ આપણા આ ક્ષેત્રમાં કોઇ તિર્થકર છે જ નહી. તેવામાં આગમ અને આચાર્યોથી જ્ઞાન પ્રાપ્ત કરી આપણે કલ્યાણીવાણીનું કરવું જોઇએ.

વાણીની મીઠાસ બીજાને પણ પોતાનું બનાવી લે છે. વાણી દ્વારા આપણે દુઃખીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી તેમનું દુઃખ દુર કરી શકીએ છીએ. અંધને અંધ કહેવું બુધ્ધીમતાની વાત નથી. તેવામાં અમારી વાતમાં પ્રિયતા અને યથાર્થતા બંનેનો સંગમ હોવો જોઇએ.

પૂ. શ્રી મહાશ્રમણજીના પ્રવચનમાં મોટી સંખ્યામાં જૈન-જેનતરો ઉમટી પડયા હતાં. તેઓ વાનગાવથી બોઇસર પધારવાના ભાવ રાખે છે. જયાં એક શાળામાં તેમના ભવ્ય પ્રવચનનું આયોજન કરવામાં આવનાર છે. પૂ. શ્રી ર જૂને પાલઘર જશે. જયારે ૧૦ જુને વસઇ પહોંચી પ્રવચન આપશે. જયાં મુંબઇ જૈન સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડશે.

(4:42 pm IST)