Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

રામલલ્લાની મુર્તિનું ત્રણ અલગ-અલગ જગ્‍યાએ નિર્માણ કાર્ય

કર્ણાટકના કાળા પથ્‍થર અને રાજસ્‍થાનના સફેદ માર્બલનો ઉપયોગ

નવી દિલ્‍હી,તા.૩૧ :  અયોધ્‍યાના રામ મંદિરમાં સ્‍થાપિત થનારી રામલલ્લાની મૂર્તિ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. રામ જન્‍મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્‍ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્‍યું હતું કે રામ લલ્લાની મૂર્તિનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે અને સમયસર મૂર્તિ તૈયાર થઈ જશે.

 ચંપત રાયે કહ્યું,  ‘‘રામ લલ્લાની મૂર્તિનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. કર્ણાટકના ડો.ગણેશ ભટ્ટ, જયપુરના સત્‍ય નારાયણ પાંડે અને કર્ણાટકના અરુણ યોગીરાજ ત્રણ અલગ-અલગ પથ્‍થરો પર ત્રણ અલગ-અલગ જગ્‍યાએ મૂર્તિ બનાવી રહ્યા છે. નિયત સમયમાં પ્રતિમા તૈયાર થઈ જશે તેવી અપેક્ષા છે, અન્‍ય મૂર્તિઓ અંગે હજુ વિચારણા કરવામાં આવી નથી.''

અયોધ્‍યામાં શ્રીરામ મંદિર માટે રામલલ્લાની ત્રણ મૂર્તિઓનું નિર્માણ શરૂ થઈ ગયું છે. આ માટે કર્ણાટકના બે કાળા પથ્‍થર અને રાજસ્‍થાનના સફેદ માર્બલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે, ગર્ભગળહ માટે તેમાંથી કઈ મૂર્તિ પસંદ કરવામાં આવશે તે હજુ નિヘતિ નથી.

 આ મૂર્તિઓને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગશે. રામ સેવકપુરમમાં કર્ણાટકના મૈસુરના બે માર્બલ સ્‍લેબને આકાર આપવામાં આવી રહ્યો છે, જ્‍યારે તેની સામેના કમ્‍પાઉન્‍ડમાં રાજસ્‍થાનના માર્બલ સ્‍લેબને આકાર આપવામાં આવી રહ્યો છે. કર્ણાટકના કારીગર ગણેશ એલ. ભટ્ટ અને રાજસ્‍થાનના કારીગર સત્‍યનારાયણ પાંડેના નેતળત્‍વમાં અહીં કામ થઈ રહ્યું છે.

ટ્રસ્‍ટના જણાવ્‍યા અનુસાર ડિસેમ્‍બર ૨૦૨૩ સુધીમાં મંદિરનો ગ્રાઉન્‍ડ ફ્‌લોર તૈયાર થઈ જશે. જાન્‍યુઆરી ૨૦૨૪માં રામ લલ્લા તેમના ગર્ભગળહમાં બિરાજમાન થશે અને ભક્‍તો રામ લલ્લાના દર્શન કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ૫ ઓગસ્‍ટ, ૨૦૨૦ના રોજ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું, ત્‍યારબાદ રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું.

 શ્રી રામ જન્‍મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્‍ટના મહાસચિવ ચંપત રાયનું કહેવું છે કે ડિસેમ્‍બરમાં અયોધ્‍યાના રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. તેમણે કહ્યું કે મૂર્તિના અભિષેકની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. આ સાથે તેમણે કહ્યું કે શ્રીરામ મંદિરના નિર્માણમાં પથ્‍થરો સાથે જોડવા માટે સિમેન્‍ટ અને રેતી નહીં પરંતુ તાંબાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

(5:04 pm IST)