Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સ્વીડન બાદ નોર્વેમાં ઈસ્લામ વિરુદ્ધ હિંસક પ્રદર્શનો શરૂ

કુરાનને ફાડીને આગમાં ફેંકી દીધા બાદ સ્થિતિ વણસી : નોર્વેની રાજધાની ઓસ્લોમાં ઈસ્લામ વિરોધીઓ અને ઈસ્લામ સમર્થકોની વચ્ચે ભારે હિંસક પ્રદર્શનો થયાં છે

ઓસ્લો, તા. ૩૦ : સ્વીડનમાં ઈસ્લામ વિરોધી હિંસક પ્રદર્શનો બાદ હવે આની અસર પાડોશી દેશ નોર્વે સુધી ફેલાઈ ગઈ છે. નોર્વેની રાજધાની ઓસ્લોમાં ઈસ્લામ વિરોધીઓ અને ઈસ્લામ સમર્થકો વચ્ચે હિંસક પ્રદર્શનો થયાં છે. પ્રદર્શનકારીઓએ મુસ્લિમોના પવિત્ર પુસ્તક કુરાનની પ્રતને ફાડી દીધીને આગને હવાલે કરી દીધી હતી. આ પ્રદર્શનનોનું આયોજન નોર્વેના ધુર જમણેરી સંગઠન સ્ટૉર ઈસ્લામાઈઝેશન ઑફ નોર્વેએ કર્યુ હતુ.

આ પ્રદર્શનકારી નોર્વેની રાજધાની ઓસ્લોમાં સંસદની બિલ્ડિંગ બહાર એકત્ર થયા અને ઈસ્લામી વિચારધારા વિરૂદ્ધ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ પ્રદર્શન લગભગ બે કલાક સુધી ચાલ્યુ. સ્ટૉપ ઈસ્લામાઈઝેશન ઑફ નોર્વેના નેતા લાર્સ થોર્સે ઈસ્લામ વિરોધી કેટલાક નિવેદન આપ્યા હતાં. આ દરમિયાન સંસ્થાના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યાં હતાં.

સ્ટૉપ ઈસ્લામાઈઝેશન ઑફ નોર્વેના વિરોધ પ્રદર્શનને જોતાં તેના વિરોધી પણ ત્યાં જમા થઈ ગયા પરંતુ પોલીસે તત્કાલ એક્શન લેતા તેમને રોકી દીધા હતા. આનાથી બંને જૂથ એક-બીજાથી ઘણા દૂર રહ્યા. આ દરમિયાન સ્ટૉપ ઈસ્લામાઈઝેશન ઑફ નોર્વેના એક સભ્યએ કુરાન નીકાળી અને તેની પ્રત ફાડી દીધી. બીજી તરફ હાજર ઈસ્લામ સમર્થકોએ જોઈ લીધુ અને વિરોધ પ્રદર્શન આક્રમક થઈ ગયું હતું.

ઈસ્લામિક સમર્થકોએ પોલીસના બેરિકેડિંગને તોડી નાખ્યા હતા અને સ્ટૉપ ઈસ્લામાઈઝેશન ઑફ નોર્વેના સમર્થકો સામે લડ્યા. મારામારી થઈ હતી. જોકે બાદમાં પોલીસે જોરદાર કાર્યવાહી કરતા પ્રદર્શનકારીઓને શબક શીખવાડ્યો. આ સંઘર્ષમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ ગઈ છે. પોલીસે મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરી છે.

(12:00 am IST)