Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ભ્રષ્ટ સરકારી કર્મચારીને દૂર કરશે મોદી સરકારઃ સમય પહેલાં કરવામાં આવશે નિવૃત

કર્મચારીની ઉંમર ૫૦-૫૫ વર્ષ થતાં અથવા ૩૦ વર્ષની સેવા પુરી થયા બાદ કોઇપણ સમય જનહિતમાં તે સમય પહેલાં નિવૃત કરી શકે છે

નવી દિલ્હી, તા.૩૧: કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદી  સરકારે પોતાના તમામ વિભાગોમાં નોકરીમાં ૩૦ વર્ષ પુરી કરી ચૂકેલા કર્મચારીઓની સેવાના રેકોર્ડની સમીક્ષા કરવા અક્ષમ અને ભ્રષ્ટ કર્મીઓને ચિન્હિત કરવા અને તેમને જનહિતમાં સમય પહેલાં નિવૃત કરવા માટે કહ્યું છે. કાર્મિક મંત્રાલયના એક આદેશમાં આ કહેવામાં આવ્યું છે.

કેન્દ્રી સિવિલ સેવા (પેન્શન) નિયમ ,૧૯૭૨ના મૌલિક નિયમ (એફઅઅર) ૫૬ (જે) અને ૫૬ (આઇ) અને નિયમ ૪૮ (૧) (બી) હેઠળ કર્મચારીઓના કાર્ય પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવે છે. આ નિયમ યોગ્ય સત્તા શાસનને કોઇ સરકારી કર્મચારીને જનહિતમાં જરૂરી લાગતાં નિવૃત કરવાનો 'સંપુર્ણ અધિકાર' આપે છે.

શુક્રવારે જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું 'સ્પષ્ટ છે કે આ નિયમો હેઠળ સરકારી કર્મચારીઓને સમય પહેલાં નિવૃત કરવા સજા નથી. આ 'અનિવાર્ય નિવૃતિ'થી અલગ છે જે કેન્દ્રીય સિવિલ સેવા (વર્ગીકરણ અને અપીલ) નિયમ, ૧૯૬૫ હેઠળ હેઠળ નિર્દિષ્ટ શાસ્તિઓ અથવા સજાઓમાંથી એક છે.'

આદેશ અનુસાર સરકાર કોઇ સરકારી કર્મચારીની ઉંમર ૫૦-૫૫ વર્ષ થતાં અથવા ૩૦ વર્ષની સેવા પુરી થયા બાદ  કોઇપણ સમય જનહિતમાં તે સમય પહેલાં નિવૃત કરી શકે છે.

(9:51 am IST)