Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

મોબાઈલ અને બાઈક ખરીદવા માટે પિતાએ ૧ લાખ રૂપિયામાં વેચી દીધી પોતાની નવજાત દીકરી

બાળકીના જન્મ સાથે જ દંપતીએ તેને વેચવાનો સોદો કર્યો હતો

ચિકનબપુર, તા.૩૧: કર્ણાટકના ચિકબાલપુરમાં એક આશ્યર્યજનક દ્યટના સામે આવી છે. અહીં એક ખેડૂત પિતાએ નવી બાઇક અને મોબાઇલ ખરીદવા માટે તેની ત્રણ મહિનાની બાળકીને વેચી દીધી હતી. તેણે આ બાળકીને નિસંતાન દંપતીને એક લાખ રૂપિયામાં વેચી દીધી હતી. ફરિયાદના આધારે મહિલા અને બાળ કલ્યાણ વિભાગે બાળકીને બચાવી લીધી અને આરોપી પિતા સામે ગુનો દાખલ કર્યો હતો. હાલ પિતાફરાર છે અને પોલીસ તેની શોધ કરી રહી છે.

પોલીસે જણાવ્યું કે, મામલો ચિંતામણી તાલુકાના ટીનાકલ ગામનો છે. આ વિસ્તાર કર્ણાટકની રાજધાની બેંગાલુરુથી માત્ર ૭૦ કિમી દૂર છે. કેટલાક લોકોએ યુવતીને વેચી દેવા અંગે અધિકારીઓને જાણ કરી હતી. અધિકારીઓ ગામ પહોંચ્યા અને લોકોની પૂછપરછ કરી. બાળકની માતાની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે આરોપીની આ બીજા લગ્ન હતા અને તેની બીજી પત્નીએ ત્રણ મહિના પહેલા જ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તેની બાળકીએ અચાનક લોકોને દેખાતી બંધ થઈ ગઈ અને ખેડૂત પિતા પાસે નવી બાઇક અને સ્માર્ટફોન જોવા મળ્યો. જયારે લોકો શંકા જતાં તેમણે અધિકારીઓને તેના વિશે જાણ કરી.

તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે બાળકીના જન્મ સાથે જ દંપતીએ તેને વેચવાનો સોદો કર્યો હતો. આ અંગે તેમણે બેંગલુરુમાં કેટલાય લોકો સાથે વાત કરી. તેમણે ઘણા લોકો સાથે પૈસાના વ્યવહાર વિશે વાત કરી.

બાળકના માતાપિતાએ માલમચનહલ્લી વિસ્તારના નિસંતાન દંપતીનો સંપર્ક કર્યો. આ દંપતીની ઉંમર ૫૦ વર્ષથી વધુ છે. તેઓએ એક લાખ રૂપિયામાં નવજાતનો સોદો કર્યો હતો. તેના માતા-પિતાને એક લાખ રૂપિયા આપીને નવજાતને ખરીદી લીધી. આ પૈસાથી યુવતીના પિતાએ ૫૦,૦૦૦ રૂપિયામાં નવી બાઇક અને ૧૫,૦૦૦ રૂપિયામાં નવો સ્માર્ટફોન ખરીદ્યો હતો.

(9:52 am IST)