Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

મુસ્લિમોએ રસી નહિ લેવી જોઇએ : ઇમામ સુફયાનઃ ઇસ્લામમાં કોરોનાની રસી લેવી હરામ છે

સીડની તા. ૩૧ : વૈશ્વિક મહામારી કોરોનાએ આખા વિશ્વને પોતાની બાનમાં લીધુ છે. દુનિયાના તમામ દેશ આજે કોરોના સામે લડી રહ્યા છે. ત્યારે કોરોનામાંથી બહાર નિકળવાના  વિવિધ ઉપાયો શોધવા માટે વિશ્વ આખું એક જૂથ થઇ ને લડી રહ્યું છે. આવા સમયમાં ઓસ્ટ્રેલિયામાં એક ઇમામ સુફયાન ખલિફાએ કોરોનાની રસી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમોને કોરોનાની રસી નહીં લેવાની સલાહ આપી છે અને કહ્યું છે કે રસી લેવી હરામ છે.

સુુફિયાન ખલીફા નામના ઈમામે એક વીડિયો પોસ્ટ કરીને તેમના ફોલોઅર્સને કોરોનાની રસી નહીં લેવાની અપીલ કરી છે અને રસીનું સમર્થન કરી રહેલા અન્ય મુસ્લિમ સંગઠનો પર સવાલ ઉઠાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતા ઈમામે તેમના સોશિયલ મીડિયા ફોલોઅર્સને અપીલ કરી છે કે તેઓ ફાસિઝમનો વિરોધ કરે અને રસી ન લગાવે.

અંગ્રેજી અખબાર ડેઈલી મેલના રિપોર્ટ મુજબ અન્ય અનેક ધાર્મિક નેતાઓએ પણ ઓકસફર્ડની રસીનો વિરોધ કર્યો છે, કારણ કે તે એક અબોર્ટેડ બેબીના સેલમાંથી તૈયાર કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાની સરકારે ઓકસફર્ડ રસીના સપ્લાય માટે કરાર કર્યો છે. બીજીબાજુ સુફિયાન ખલીફા નામના ઈમામે વીડિયોમાં કહ્યું છે, રસીના ઉપયોગને યોગ્ય ગણાવતી મુસ્લિમ સંસ્થાઓ પર શરમ આવે છે.

(9:52 am IST)