Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

વિશ્વમાં ૮.૫૦ લાખથી વધુ મોત : કુલ કેસ ૨,૫૩,૮૪,૮૨૩

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૮૫૧૨ નવા કેસ : ૯૭૧ના મોત : કુલ મૃત્યુઆંક ૬૪,૪૬૯ : કુલ કેસ ૩૬,૨૧,૨૪૫: વિશ્વ સ્તરે હજુ ૬૮,૨૭,૩૯૦ એકટીવ કેસઃ અમેરિકામાં ૬૧,૭૩,૨૩૬ કેસ અને ૧,૮૭,૨૨૪ના મોત

નવી દિલ્હી તા. ૩૧ : ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે કોરોના સંક્રમિતોની સંખ્યા ૩૬ લાખને પાર કરી ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૭૮૫૧૨ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૯૭૧ લોકોના મોત થયા છે.

મંત્રાલયના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધી ૩૬,૨૧,૨૪૬ લોકો કોરોનાનો શિકાર બન્યા છે. જેમાંથી ૭,૮૧,૯૭૫ સક્રિય કેસ છે અને ૨૭,૭૪,૮૦૨ દર્દીઓને ઇલાજ બાદ હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

અત્યાર સુધીમાં કોરોનાથી ૬૪,૪૬૯ લોકોના મોત થયા છે.

૩૦ ઓગસ્ટ સુધીમાં ૪,૨૩,૦૭,૯૧૪ લોકોનું ટેસ્ટીંગ થયું છે. જેમાંથી ગઇકાલે ૮,૪૬,૨૭૮નું થયું છે.

ભારતમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૭,૮૦,૬૮૯ કેસ નોંધાયા છે અને ૨૪૩૯૯ના મોત થયા છે તે પછી તામિલનાડુમાં ૪,૨૨,૦૮૫ કેસ અને ૭૨૩૧ મોત થયા છે. કર્ણાટકમાં ૩,૩૫,૯૨૫ કેસ અને ૫૫૮૯ના મોત થયા છે. દિલ્હીમાં ૧,૭૩,૩૯૦ કેસ અને ૪૪૨૬ મોત થયા છે.

આંધ્રમાં ૩૮૮૪, ગુજરાતમાં ૩૦૦૬, યુપી ૩૪૨૩ અને પ.બંગાળમાં ૩૧૭૬ લોકોના મોત થયા છે.

વિશ્વસ્તરની વાત કરીએ તો કુલ ૨,૫૩,૪૪,૮૨૩ કેસ થયા છે અને ૮,૫૦,૫૯૨ લોકોના મોત થયા છે. કુલ ૬૮,૨૭,૩૯૦ એકટીવ કેસ છે.

અમેરિકામાં ૬૧,૭૩,૨૩૬ કેસ અને ૧,૮૭,૨૨૪ના મોત થયા છે. બ્રાઝીલમાં ૩૮,૬૨,૩૧૧ કેસ અને ૧,૨૦,૮૯૬ના મોત થયા છે.

(10:48 am IST)