Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

કેટલા બ્રાહ્મણો પાસે છે ગન લાયસન્સ ?

યુપી સરકારે ગણતરીનો આદેશ આપ્યા બાદ પરત ખેંચી લીધો

લખનૌ તા. ૩૧ : યુપી સરકાર તરફથી રાજ્યમાં બ્રાહ્મણો પાસે રહેલ હથિયારના લાયસન્સની ગણત્રી કરાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ પગલું રાજ્યમાં બ્રાહ્મણોની હત્યા, તેમની અસુરક્ષા અને બંદૂકની માલિકીના આંકડાઓ પર ભાજપા ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં એક સવાલના જવાબમાં લેવામાં આવ્યું છે.  ઉત્તર પ્રદેશ સરકારે બધા કલેકટરોને એક પત્ર મોકલીને હથિયાર લાયસન્સની અરજી કરનારા અને લાયસન્સ મેળવનારા બ્રાહ્મણોની સંખ્યાની વિગતો માંગી છે. જ્યારે એક ઉચ્ચ અધિકારીએ સરકારના આ મુદ્દે પાછા હટવાનો સંકેત આપતા કહ્યું કે, આની વિગતો પર હવે આગળ નહીં વધવામાં આવે. જોકે, એક જિલ્લાએ બ્રાહ્મણો પાસે હથિયારના લાયસન્સ અંગેના આંકડાઓ મોકલી આપ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે સુલ્તાનપુરના લમ્ભુઆ બેઠકના ભાજપા ધારાસભ્ય દેવમણિ દ્વિવેદીએ ૧૬ ઓગસ્ટે યુપી વિધાનસભામાં મુખ્ય સચિવને વિધાનસભાના નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર એક પ્રશ્ન પૂછતો પત્ર મોકલ્યો હતો.  દ્વિવેદીના પત્રમાં ગૃહપ્રધાન જે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પોતે છે તેમની પાસેથી માહિતી માંગવામાં આવી હતી કે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં કેટલા બ્રાહ્મણોની હત્યા થઇ અને કેટલા હત્યારાઓને ગીરફતાર કરાયા, કેટલા પર આરોપ સાબિત થયા, બ્રાહ્મણોને સુરક્ષા આપવા માટે સરકારની યોજનાઓ શું છે, શું સરકાર પ્રાથમિકતાના આધારે બ્રાહ્મણોને હથિયારના લાયસન્સ આપશે, કેટલા બ્રાહ્મણોએ હથિયારના લાયસન્સની અરજી કરી અને તેમાંથી કેટલાને લાયસન્સ અપાયું.

(10:49 am IST)