Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

દિલ ખોલીને કરો UPI વડે પેમેન્ટ, નહી કપાઇ કોઇ પૈસા, ફી વસૂલનાર બેન્ક વિરૂધ્ધ થશે કાર્યવાહી

નવી દિલ્હી,તા.૩૧ : ફી કપાવવાના ડરથી જો તમે પણ ડિજિટલ લેણદેણ કરવાનું ટાળી રહ્યા છે, તો હવે ડર ખતમ થઇ ગયો છે. કેન્દ્ર સરકારે દેશમાં ડિજિટલ ટ્રાંજેકશન માટે લાગન મર્ચટ ડિસ્કાઉન્ટ રેટ્સ (MDR) ચાર્જને ખતમ કરી દીધો છે. સૌથી મોટી વાત એ છે કે જો તમારી બેન્કએ ડિજિટલ પેમેન્ટ માટે કોઇપણ ચાર્જ વસૂલ્યો તો સરકાર તેના પર કાર્યવાહી કરશે.

રવિવારે સીબીડીટીએ ફરી એકવાર બેન્કો માટે સર્કુલર જાહેર કર્યું છે. નવા નિર્દેશમાં બેન્કોને ફરી એકવાર કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને કોઇપણ ડિજિટલ ટ્રાંજેકશન માટે MDR તથા અન્ય ચાર્જ વસૂલવામાં ન આવે. બેન્કોને ફરી એકવાર કહેવામાં આવ્યું છે કે ૧ જાન્યુઆરી ૨૦૨૦થી ઇલેકટ્રોનિક મોડ દ્રારા પેમેન્ટ કરવા પર MDR સહિત અન્ય ચાર્જ ન વસૂલવાના નિર્દેશ આપ્યા છે.

રવિવારે જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં સીબીડીટીએ કહ્યું કે કેટલીક બેન્ક UPI દ્વારા પેમેન્ટ પર કેટલાક ચાર્જ વસૂલી રહ્યા છે. તેમાં નક્કી લિમિટના ટ્રાંજેકશન બાદ ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે. આમ કરીને બેન્ક નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને તેના માટે તેમના પર જરૂરી કાર્યવાહી કરવામાં આવી શકે છે.

જાણકારોનું કહેવું છે કે MDR એક ફી છે જે દુકાનદાર તમારા ડેબિટ, ક્રેડિટ કાર્ડ  અથવા ડિજિટલ પેમેન્ટ  કરવા પર વસૂલે છે. કુલ મળીને આ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટની સુવિધા પર લાગનાર ફી છે.

(10:51 am IST)