Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

યુપીમાં યુવકને નાગે એક-બે નહિ આઠ વખત દંશ માર્યો : જ્યાં જાય ત્યાં કરી રહ્યો છે પીછો

ઘરના લોકો કંટાળી ગયા : દોરા-ધાગા પણ કરાવ્યા

બસ્તી,તા.૩૧ : ઉત્ત્।ર પ્રદેશના બસ્તી જિલ્લાના રામપુર ગામમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક સાપ છોકરાને એક કે બે વાર નહીં પરંતુ ૮ વાર દંશ માર્યો હતો. પરિવારના સભ્યોનું કહેવું છે કે, હવે અમે આ ઘટનાથી કંટાળી ગયા છીએ. સાપથી બચવા માટે દોરા-ધાગા પણ કરવામાં આવ્યા હતાં. પરંતુ કશું જ કામમાં નહોતું આવ્યું. આ ઘટનાની ચર્ચા થતાંની સાથે જ આસપાસના વિસ્તારમાં પણ હડકંપ મચ્યો છે.

બસ્તી જિલ્લાના કાલવારી પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર ગામમાં ૧૭ વર્ષના યશરાજને મહિનામાં એક વાર નહીં પણ આઠ વાર સાપે દંખ માર્યો હતો. આ સ્થિતિ હોવા છતાં પણ યશ બચી ગયો. પરિવારના સભ્યોનું કહેવું છે કે, યશરાજને જયારે પહેલીવાર સાપ કરડ્યો હતો ત્યારે સારવાર મળ્યા પછી તે સ્વસ્થ થઈ ગયો હતો અને ઘરે પાછો આવ્યો હતો. આ પછી સાપે તેને ફરી ત્રણ વખત દંશ માર્યો હતો. ફરીથી તે સારવાર બાદ સ્વસ્થ થયો. આ ઘટના બાદથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. પરિવારે જણાવ્યું કે, સાપે યશરાજને અત્યાર સુધી આઠ વખત દંશ માર્યો છે.

યશના પિતા ચંદ્રમૌલી મિશ્રાએ કહ્યું, 'જ્યારે સાપ ત્રણ વખત કરડ્યો પછી તેમણે દીકરાનેને સંબંધી રામજી શુકલાના ઘરે મોકલ્યો હતો. તે દરમિયાન, સાપ આવતો જતો જોવા મળ્યો હતો. થોડા દિવસ પછી તે દેખાવાનો બંધ થઈ ગયો હતો. ૧૦ દિવસ પછી સાપ બહાદુરપુર પહોંચ્યો. તેણે યશને ત્યાં પણ દંશ માર્યો. આ ઘટના પછી યશને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અમે હવે આ સાપથી ખૂબ જ પરેશાન થઈ ગયા છીએ. અમે યશને હમણાં ઘરે લાવ્યા, જયાં ૨૫ ઓગસ્ટના રોજ આઠમી વખત સાપે તેને દંશ માર્યો.'

(10:52 am IST)