Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

'ભૂરા ભૈયા'નું બિલબોર્ડ તમે જોયું છે કે નહીં?

તાજેતરમાં જ સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક ડોગના બર્થ-ડેનું બિલબોર્ડ છે. તેના શુભેચ્છકોમાં પણ બધા ડોગી જ છે.

આપણા વિસ્તારોમાં કોઈ સેલિબ્રીટી, નગરસેવક, વિધાનસભ્ય કે સંસદસભ્યનો બર્થ ડે હોય ત્યારે તેમને શુભેચ્છા આપવા માટે બિલબોર્ડ/બેનર લગાવવામાં આવતા હોય છે. ઉપરાંત તહેવારોમાં પણ શુભેચ્છા માટે આવા પ્રકારના બિલબોર્ડ લગાડવામાં આવે છે. પરંતુ તાજેતરમાં જ સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક ડોગના બર્થ-ડેનું બિલબોર્ડ છે. તેના શુભેચ્છકોમાં પણ બધા ડોગી જ છે.

જે ડોગનો બર્થ ડે છે તેનું નામ 'ભૂરા-ભૈયા' છે. બાજુમાં તેના ડોગ મિત્રોએ શુભેચ્છા આપી કે, અમારા પ્રિય, ઈમાનદાર, વફાદાર ભૂરા ભૈયાને જન્મદિવસની શુભેચ્છા.

આ મિત્રોના મંડળનું નામ 'ભૂરા ભૈયા મિત્ર મંડળ' છે. આ ફ્રેન્ડ કલ્બના દરેક સભ્યોનું નામ અને પાસપોર્ટ સાઈઝ ફોટો પણ બિલબોર્ડમાં જોઈ શકાય છે. છેલ્લા અમૂક દિવસોથી આ બિલબોર્ડનો ફોટો ટ્વીટર અને ફેસબુકમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ પણ ભૂરા ભૈયાને બર્થ ડે વિશ કરી રહ્યા છે.

(10:53 am IST)