Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને એઇમ્સમાંથી મળી રજા

૧૨ દિવસ સારવાર લીધી : હવે સંપૂર્ણ સ્વસ્થ

નવી દિલ્હી તા. ૩૧ : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આજે એઈમ્સમાંથી રજા આપવામાં આવી છે. અમિત શાહને ૧૮ ઓગસ્ટે હળવા તાવની ફરિયાદ બાદ દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ ૧૨ દિવસ સુધી તેની સારવાર ચાલી હતી.

ગઈકાલે રવિવારે એઇમ્સે નિવેદન જારી કરતાં કહ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને જલ્દીથી રજા આપવામાં આવશે. અમિત શાહને ૧૮ ઓગસ્ટે હળવા તાવની ફરિયાદ બાદ દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ ૧૨ દિવસ સુધી તેની સારવાર ચાલી હતી.

(11:43 am IST)