Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

GST વળતર અંગેના વિકલ્પો વિપક્ષી રાજ્યોને નામંજુર : આજે નવી રણનીતિ ઘડશે

કેન્દ્ર-વિપક્ષી રાજ્યો વચ્ચે વિવાદના એંધાણ

નવી દિલ્હી,તા. ૩૧ : જીએસટી વળતરમાં ઘટને ભરપાઇ કરવા માટે કેન્દ્ર દ્વારા પ્રસ્તાવિત બન્ને વિકલ્પોને પશ્ચિમ બંગાળ, પંજાબ, છત્તીસગઢ અને કેરળ સહિતના વિપક્ષો દ્વારા શાસિત રાજ્યોએ ફગાવી દીધા છે. આ રાજ્યોના નેતા હવે સોમવારે વીડીયો કોન્ફરન્સ દ્વારા મીટીંગ કરીને આગામી યોજના તૈયાર કરશે. આગામી રણનીતિ હેઠળ કેન્દ્ર રાજ્ય વિવાદ નિયટાન તંત્રને સંચાલિત કરવા બાબતે પણ ચર્ચા થઇ શકે છે.

નાણા મંત્રાલયના અધિકારીઓ દ્વારા વળતરમાં કમીની ભરપાઇ માટે લોનના બે વિકલ્પો રજૂ કરાયાના એક દિવસ પછી જ રાજ્યોએ આ પગલું લીધું છે.

પહેલા વિકલ્પમાં ભારતીય રિઝર્વ બેંકની ખાસ સવલત દ્વારા ૯૭૦૦૦ કરોડ  રૂપિયાની ઉધારી લેવાનું છે અને બીજા વિકલ્પમાં કોવિડના કારણે થયેલા નુકસાન માટે બજારમાંથી ૨.૩૫ લાખ કરોડ રૂપિયાની લોન લેવાનો પ્રસ્તાવ છે. પહેલા વિકલ્પમાં વ્યાજની ચુકવણી વળતર ઉપકરની આવકમાંથી કરાશે જ્યારે બીજા વિકલ્પમાં વ્યાજ રાજ્યો એ ચુકવવું પડશેે.

કેરળના નાણાંપ્રધાને કહ્યું કે તેમના રાજ્યએ બન્ને વિકલ્પો ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે બન્ને વિકલ્પો અજબ છે. પહેલા વિકલ્પમાં મને કોવિડ અને બિનકોવિડ વચ્ચેનો ભેદ સ્વીકાર્ય નથી. બીજા વિકલ્પમાં વ્યાજનું ચુકવણું ઉપર સંગ્રહમાંથી કેમ ન થઇ શકેે.

(11:46 am IST)