Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ઉપરી અધિકારીની પૂર્વમંજુરી વિના જીએસટીમાં સમન્સ મોકલવા પર પાબંધી

હમણાં સુધી બે વિભાગ દ્વારા સમન્સ મોકલવામાં આવતા હતાઃ જીએસટી અને આઇટી વચ્ચે કરાર થયા બાદ કરદાતાઓની હેરાનગતિમાં વધારો

મુંબઇ,તા.૩૧ :  બેંકમાં થયેલા મોટા વ્યવહારોને ધ્યાને રાખીને જીએસટી દ્વારા કરદાતાને સમન્સ મોકલીને ખુલાસો કરવા માટે જણાવવામાં આવે છે. પરંતુ હવેથી કોઇ પણ કરદાતાને સમન્સ મોકલતા પહેલા ઉપરી અધિકારીની પૂર્વ મંજુરી લેવાનો આદેશ સીબીઆઇસી દ્વારા કરવામાં આવ્યો છે.

થોડા સમય પહેલા આઇટી અને જીએસટી વચ્ચે કરાર થયા બાદ બંને વિભાગ એકબીજાને ડેટા આપી શકે છે. તેના કારણે ડીજીજીઆઇ દ્વારા બેંકમાં થયેલા વ્યવહારોને ધ્યાને રાખીને કરદાતાઓને પરેશાન કરવાની વ્યાપક ફરીયાદ ઉઠી હતી. તેમજ કેટલીક વખત તો જીએસટી દ્વારા કરદાતાને સમન્સ મોકલીને ખુલાસો કરવા અલ્ટિમેટમ આપવામાં આવે છે. તેના લીધે કરદાતાઓની પરેશાનીમાં સતત વધારો થઇ રહ્યો છે તે અંગેની ફરીયાદ પીએમઓે સુધી કરવામાં આવી હતી. તેના પરિણામ સ્વરૂપે સીબીઆઇસીએ એક પરિપત્ર સ્વરૂપે સીબીઆઇસીએ એક પરિપત્ર બહાર પાડીને કોઇપણ કરદાતાને સમન્સ મોકલતા પહેલા ઉચ્ચ અધિકારીની પૂર્વ મંજુરી લેવી પડશે. તેમાં કરદાતાને સમન્સ મોકલવાના કારણો અને પુરાવા પણ અધિકારી સમક્ષ રજૂ કરવા પડશે. તે પુરાવાને જોયા બાદ જ ઉચ્ચ અધિકારી દ્વારા સમન્સ આપવા કે નહી તેનો નિર્ણય કરવામં આવશે.તેના લીધે કેટલાક ઇન્સ્પેકટર દ્વારા કરદાતાને રંજાડવા માટે સમન્સને હથિયારની માફક વપરાશ કરતા હતા. તેના પર પ્રતિબંધ મુકાવાનો છે. તેમજ કરદાતાઓને પડતી પરેશાનીમાંથી છુટકારો થવાની પણ શકયતા રહેલી છે. ભૂતકાળમાં આ જ પ્રમાણે નો નિર્ણય નોટીસ આપવા માટે પણ લેવામાં આવ્યો હતો. તેમાં તો નોટિસ આપવા માટે પણ યુનિક આઇન્ડેન્ટીફિકેશન નંબર પાડયા બાદ જ નોટીસ મોકલવા માટેનો આદેશ કરાયો હતો. હવે સમન્સમાં પણ આ નિર્ણય કરવામાં આવતા કરદાતાને પરેશાન કરવાની નીતીમાં રાહત થવાની છે.

 

(12:57 pm IST)