Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

૧૧૯ વર્ષ બાદ ઓગષ્ટમાં પડયો સૌથી વધુ વરસાદ

ર૬ ટકાથી વધુ પ્રમાણ નોંધાયુ : ખરીફ-પાકોમાં રેકોર્ડ બ્રેક વધારો

નવી દિલ્હી, તા. ૩૧ :  દેશના વિવિધ ભાગોમાં વરસાદનું જોર વધી રહ્યું છે. બિહાર, ગુજરાત, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મોનસુને ઓગસ્ટમાં જબરદસ્ત વાપસી કરી છે. વિભાગના જણાવ્યા મુજબ ૧૯૦૧ બાદ આ વખતે ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ થયો છે. ઓગસ્ટમાં ર૬ ટકા વધુ વરસાદ થવાનો અંદાજ છે. મધ્ય ભારતના રાજયો જેવા મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં પહેલેથી જ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મધ્યભારત શ્રેણીવાળા આ ભાગમાં ઓગસ્ટ મહિનાના અત્યાર સુધીમાં સૌથી વધુ ૪૮ર.૮ મીમી વરસાદ નોંધાયો છે. વરસાદમાં આ વધારો જુલાઇના મોનસુન નબળુ રહ્યા બાદ જોવા મળી છે. વરસાદથી ખરીફ પાકોમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે. જો કે મધ્યભારતના કેટલાક ભાગો વિશેષ કરીને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે પુરનો સામનો કરવો પડયો છે. જે ચિંતાનો વિષય છે.

(12:57 pm IST)