Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

મોદી સરકાર નિષ્ફળ : ર૦૦૮માં મનમોહન સરકારે ભારતને મંદીમાંથી ઉગાર્યુ હતું

રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરવા વિડીયો સીરીઝ શરૂ કરી

નવી દિલ્હી, તા. ૩૧ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ સોમવારના રોજ અર્થતંત્રના મોરચા પર મોદી સરકાર પર નવા અંદાજમાં નિશાન સાંધ્યું. પોતાની નવી વીડિયો સીરીઝમાં રાહુલે કોરોના સંકટના લીધે અર્થતંત્રની સ્થિતિ પર વાત કરી. રાહુલ ગાંધી એ કહ્યું કે ભાજપ સરકારે અસંગઠિત ક્ષેત્રોના અર્થતંત્ર પર આક્રમણ કર્યું અને તમને ગુલામ બનાવાની કોશિષ કરાય રહી છે.

રાહુલે કહ્યું કે ૨૦૦૮જ્રાક્ન આખી દુનિયામાં આર્થિક તોફાન આવ્યું. અમેરિકાની કંપનીઓ બંધ થઇ ગઇ. પરંતુ ભારતમાં કંઇ થયું નહીં. યુપીએની સરકાર હતી મેં મનમોહન સિંહજીને પૂછયું કે આવું કંઇ રીતે થયું? ત્યારે મનમોહન સિંહ જી એ મને કહ્યું કે ભારતમાં બે અર્થતંત્રો છે, પહેલું સંગઠિત અને બીજું અસંગઠિત.

વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે સંગઠિત અર્થતંત્ર એટલે કે મોટી કંપનીઓ અને બીજા અસંગઠિતમાં ખેડૂત-મજૂર વગેરે. જયાં સુધી અસંગઠિત સંગઠન મજબૂત છે ત્યાં સુધી કંઇ થઇ શકે નહીં. રાહુલ બોલ્યા કે છેલ્લાં ૬ વર્ષથી ભાજપની સરકારે અસંગઠિત અર્થતંત્ર પર આક્રમણ કર્યું છે. તેમાં નોટબંધી- ખોટા GST-લોકડાઉનથી આવું થયું છે.

રાહુલ બોલ્યા કે એ ના વિચારો કે ભૂલથી આખરે લોકડાઉન કરાયું છે. તેમનો લક્ષ્ય ઇનફોર્મલ સેકટરને ખત્મ કરવાનો છે. પ્રધાનમંત્રીજીને જો સરકાર ચલાવી છે તો મીડિયાની જરૂર છે અને માર્કેટિંગની જરૂર છે. પરંતુ નીતિઓના લીધે રોજગારી ઉભી થઇ નથી, જે દિવસે ઇન્ફોર્મલ સેકટર ખત્મ થયું તે દિવસે રોજગારી મળશે નહીં.

કોંગ્રેસ નેતા એ કહ્યું કે અસંગઠિત ક્ષેત્ર જ સરકાર ચલાવે છે અને તેમને ઠગી રહ્યા છે. આ આક્રમણને ઓળખવું પડશે અને આખા દેશને સાથી મળી લડવું પડશે.

આપને જણાવી દઇએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ રવિવારના રોજ એલાન કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે મોદી સરકારની ખોટી આર્થિક નીતિઓ અંગે તેઓ એક વીડિયો સીરીઝમાં વાત કરશે. રાહુલ ગાંધીની સોમવારના રોજ આવેલી આ સીરીઝનો પહેલો વીડિયો હતો. આની પહેલાં પણ રાહુલ ગાંધીએ કેટલાંય મુદ્દાઓ પર વીડિયો સંદેશ દ્વારા પોતાની વાત મૂકી છે અને સરકારને ઘેરી છે.

(3:42 pm IST)