Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

જવેલર્સને હિપ્નોટાઇઝ કરીને ૧૮ લાખના દાગીના પડાવી લેવાયા

પોલીસે આ સંદર્ભે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીની શોધ ચાલુ કરી છે

મુંબઇ, તા.૩૧: અંબરનાથ પોલીસ-સ્ટેશનમાં એક વિચિત્ર ફરિયાદ નોંધાઈ છે. અંબરનાથના કોહજગામમાં માજીસા જવેલરના ૨૭ વર્ષના સોહમ રાવલે પોલીસમાં ફરિયાદ કરીને કહ્યું છે કે એક વ્યકિત મને હિપ્નોટાઇઝ કરીને મારી પાસેથી ૧૭-૧૮ લાખ રૂપિયાના સોનાના દાગીના પડાવી ગયો છે. અંબરનાથ પોલીસે આ સંદર્ભે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીની શોધ ચાલુ કરી છે.

આ કેસ વિશે માહિતી આપતાં અંબરનાથ પોલીસન સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર એસ. એન. ધુમાળે શ્નમિડ-ડેલૃને જણાવ્યું હતું કે શ્નફરિયાદી સોહમ રાવલે તેની ફરિયાદમાં કહ્યા મુજબ તે આરોપી શનિવારે સવારે તેની દુકાનમાં આવ્યો હતો. તેણે હાલમાં કોરોના ફેલાયેલો હોવાથી માસ્ક પણ પહેર્યો હતો અને વરસાદ હોવાથી બ્લઙ્ખક કલરનો રેઇનકોટ પહેર્યો હતો. તેણે આવીને પહેલા વીંટી અને કાનની બુટ્ટી જોવા માગી હતી. ત્યાર બાદ તે વાતોએ વળગ્યો હતો. સોહમના કહેવા પ્રમાણે લાઙ્ખકડાઉન પહેલાં પણ એક વાર તે તેની દુકાને આવ્યો હતો. તેણે સોહમને ભરમાવતાં કહ્યું હતું કે તારી આટલી નાની ઉંમરમાં તને સફેદ વાળ આવી ગયા છે, હું તને તેલ આપીશ તો તારા વાળ કાળા થઈ જશે.

ત્યાર બાદ ચહેરા પરના કાળા ડાઘા અને તેનું વધી ગયેલું પેટ પણ ઓછુ કરી આપવા તેની પાસે નુસ્ખા છે એમ તેણે જણાવ્યું હતું. તે તેની વાતોમાં ભોળવાઈ ગયો હતો. એ પછી તેનું કહેવું છે કે તેની પાંચ-સાત મિનિટ બેહોશી, હિપ્નોટાઇઝ કરાયો હોય એવી હાલત રહી. એ દરમ્યાન તેણે તિજોરીમાં રાખેલા અંદાજે અડધો કિલોના ૧૭-૧૮ લાખના દાગીના તેને એક ડબ્બ્માં આપી દીધા. તે વ્યકિતએ તેને એમ પણ પૂછ્યું કે મારો નાનો ભાઈ ડીવીડી રેકોર્ડર બનાવે છે. જો તારે જોઈતું હોય તો કહેજે. એથી સોહમે તેને કહ્યું કે મારી પાસે સીસીટીવી કેમેરા લાગેલા છે અને એનું રેકોર્ડર પણ છે. એથી તે ગઠિયો એ રેકોર્ડર પણ ઉઠાવી ગયો હતો. પાંચ-સાત મિનિટ પછી જયારે તે ભાનમાં આવ્યો ત્યારે તે લૂંટાઈ ચૂકયો હતો. એ પછી તેણે અમને જાણ કરી હતી.

સિનિયર પીઆઇ એસ. એન. ધુમાળે વધુમાં કહ્યું હતું કે 'અમે આસપાસના પ૦૦ મિટરના વિસ્તારમાં આવેલી દુકાનોના સીસીટીવી કેમેરા ચેક કર્યા, પણ એ દુકાનમાં લાગેલા બધા જ કેમેરા દુકાનના દરવાજા પર નજર રહે એ રીતે ફિકસ કરવામાં આવ્યા છે. એથી જો તે રસ્તા પર ગયો તો કઈ બાજુ ગયો એ જાણી શકાયું નથી. અમે હાલ છેતરપિંડીનો કેસ નોંધી લઈને આરોપીને શોધવાની કોશિશ કરી રહ્યા છીએ.'

(4:11 pm IST)