Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ચીન મામલે કઠોર નિર્ણય લેવો જ પડશે, વધુ કઠોર બનો, ટેબલ ઉપર જ બેસી ન રહો

સુબ્રમણ્યમ સ્વામીનું પોતાની સરકાર સામે જ ટવીટ

નવી દિલ્હીઃ ભાજપના રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકાર ઉપર સવાલોનો મારો કરી ટવીટ ઉપર કહ્યુ કે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથેની અનેક વખત મુલાકાત બાદ પણ ચીન ભારતના નેતાઓની કદર કરતુ નથી. ચીને ભારત માટે નિર્ણય લઇ લીધો છે અને દુઃખ છે કે સરકારનો તેને અહેસાસ નથી. આપણે ચીન મામલે ઠોસ નિર્ણય લેવો જ પડશે. કઠોર બનો અને ટેબલ ઉપર જ ન બેસી રહો પાંચ વર્ષમાં શી જીનપીંગ સાથે ૧૮ વખત બેઠક કર્યા બાદ પણ ચીનીઓ ભારતના નેતાઓની કોઇ કદર કરતુ નથી.

(4:15 pm IST)