Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

અભયભાઇ ભારદ્વાજને કોરોના પોઝીટીવઃ સિવીલમાં દાખલ કર્યાઃ પુત્ર અંશ પણ સારવાર હેઠળ

રાજયસભાના સાંસદ અને ગુજરાતના પ્રથમ હરોળના ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારદ્વાજ અને તેમના પુત્ર અંશ ભારદ્વાજને કોરોના પોઝીટીવ આવતા અત્યારે ૪ વાગે રાજકોટ સિવીલની કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ભાજપ પરિવારમાં ભારે ચિંતાની લાગણી. જયારે અભયભાઇની પુત્રી આસ્કાબેન અને પુત્રને હોમ કવોરન્ટાઇન કર્યા છેઃ શ્રી નીતીનભાઇ ભારદ્વાજનો સંપર્ક સાધતા તેમને આ વાતને સમર્થન આપ્યુ હતુ.

(4:24 pm IST)