Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

લદાખમાં ચીન સાથેની સરહદે અનેક વિસ્‍તારોમાં ટેન્‍શન આજેય યથાવત

(સુરેશ એસ ડુગ્‍ગર) જમ્‍મુઃ લદાખમાં ચીનને અડીને આવેલા એલએસી ઉપર ઘણા વિસ્‍તારોમાં બંને પક્ષો વચ્‍ચે હજીપણ સ્‍થિતિ તંગ છે. કરારો હોવા છતાં, ચીની સૈન્‍ય આક્રમક પગલાં લઈ ઉશ્‍કેરણીજનક પગલાં લઈ રહ્યું છે.

વાસ્‍તવમાં બંને સૈન્‍ય વચ્‍ચેના કરાર હોવા છતાં, ચીને તે વિસ્‍તારોને સંપૂર્ણપણે ખાલી કર્યા નથી, જયાં વિવાદ ચાલી રહ્યો છે. ઘણા વિસ્‍તારોમાં, તે કેટલાક મીટર પાછા હટીને સ્‍થિર થઈ ગયા છે અને ઘણા વિસ્‍તારોમાં આવે છે અને પાછા જાય છે.

એક સૈન્‍ય અધિકારીના મતે ભારતીય પક્ષને પણ હવે સંધિ તોડવાની ફરજ પડી શકે છે. કારણ કે લદ્દાખના દ્યણા વિસ્‍તારોમાં ચીની સેનાની હાજરી ભારતીય પક્ષ માટે જોખમી સાબિત થઈ શકે છે. તેઓ માનતા હતા કે ચીની સેનાની આ હરકતો અને સમાધાનનું પાલન નહીં નહિ કરવાની પરિસ્‍થિતિમાં ભારતીય સેનાએ પણ શિયાળામાં હવે લદાખના આ ક્ષેત્રોમાં જ રહેવાની અને ભારતીય સરહદોની સુરક્ષાની તૈયારી શરૂ કરી દીધી છે.

આ તૈયારીઓ માટે સિયાચીન અને કારગિલમાં ઉપયોગમાં લેવામાં આવનાર તંબુઓને તૈયાર કરવામાં આવ્‍યા છે જેથી શિયાળામાં શૂન્‍ય નીચે ૪૦ ડિગ્રી તાપમાનમાં પણ સૈનિકોને ગરમીનો અહેસાસ કરાવે. આ જ પ્રકારના બંકરો ના નિર્માણ પણ ઝડપથી થઈ રહ્યા છે.

લશ્‍કરના કહેવા મુજબ લડાખ સેક્‍ટરમાં લગભગ આઠ સ્‍થળો ઉપર બંને દેશની સેનાઓ વચ્‍ચે ટકરાવ ની ગંભીર સ્‍થિતિ અત્‍યારે પણ મોજૂદ છે. વાસ્‍તવમાં ચીની લશ્‍કર આ સ્‍થળોએથી પાછા હટી જવા માટે ની સમજુતી થવા પછી પણ ટાલમટોલની રણનીતિ અપનાવી રહેલ છે. પેગોંગ સરોવર ની પાછળ ના કિનારા ઉપર આઠ ફિંગર અર્થાત હાથની આઠ આંગળીઓની જેવી પહાડી ઉપર ચીની સૈનિકો નો કબજો છે જેને ભારતીય સેના પીપી ના નામે પોકારે છે, અર્થાત્‌ પેટ્રોલિંગ પોઇન્‍ટ અને ચીની સેના તેને ફિંગર એકથી ફિંગર આઠના નામે ઓળખે છે.

ચીનની સેના માત્ર ૮૦૦ મીટર પાછળ હટીઅને પહાડી ઉપર ખૂબ જ લાભપ્રદ સ્‍થિતિમાં જમાવટ કરી ચૂકી છે અને અહીંથી પસાર થનાર ભારતીય લશ્‍કરના ચોકિયાત દળો પણ હવે તેના સીધા નિશાન ઉપર આવી જાય છે. જેના લીધે લશ્‍કરે હાલ તુરત પહેરો ભરવાનું બંધ કરી દીધું છે.

(6:27 pm IST)