Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના કાર્યકાળના એ ત્રણ મહત્વના નિર્ણયો કાયમ યાદ રહેશે

ખુંખાર ત્રાસવાદીઓને સજા અપાવી : 37 જેટલી દયાની અરજી નકારી :4 લોકોને આપ્યું જીવતદાન

નવી દિલ્હી: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયું છે ,તેઓ 84 વર્ષના હતા.તાજેતરમાં તેમને બ્રેન સર્જરી માટે દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સર્જરી બાદથી જ પ્રણવ મુખરજી વેન્ટિલેટર પર હતા. ભારત રત્ન પ્રણવ મુખરજી કોરોના કોરોના સંક્રમિત પણ હતા.

 પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન લીધા હતા. જેના કારણે કાયમ તેમને યાદ રહેશે , પૂર્વ રાષ્ટ્રપતિઓની સરખામણીમાં પ્રણવ મુખર્જીનો કાર્યકાળ શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન લગભગ 37 દયાની અરજીઓ ફગાવી હતી. આટલું જ નહીં કસાબ અને અફઝલ ગુરુ જેવા ખુંખાર આતંકવાદીઓની ફાંસીની સજાને મંજૂરી આપી હતી.

 પ્રણવ મુખર્જીએ પોતાના કાર્યકાળ દરમિયાન મુંબઈના 26/11 હુમલાના આરોપી અજમલ કસાબ અને સંસદ ભવન પર હુમલાના દોષી અફજલ ગુરુ અને 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટાના આરોપી યાકૂબ મેમણની ફાંસીની સજાને મંજૂરી આપી હતી. એટલે કે, પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ તરીકે ત્રણ મોટા અને ખુંખાર આતંકવાદીઓ અજમલ, અફજલ અને યાકુબને ફાંસી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કસાબને 2012માં અફજલ ગુરુને 2013 અને યાકુબ મેમણને 2015માં ફાંસી થઈ હતી

 રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીપાસે સમગ્ર કાર્યકાળમાં અંદાજે 37 દયાની અરજીઓ આવી. જેમાંથી મોટાભાગની અરજીઓમાં કોર્ટની સજાને યથાવત જાળવી રાખવામાં આવી હતી. રેરેસ્ટ ઑફ રેર ગુના માટે ફાંસીની સજા આપવામાં આવે છે.

 પ્રણવ મુખર્જી (Pranab Mukherjee)એ 28 ગુનેગારોની ફાંસીની સજાને યથાવત રાખી હતી. રાષ્ટ્રપતિ તરીકે પોતાના કાર્યકાળની સમાપ્ત પહેલા પણ પ્રણવ મુખર્જીએ દુષ્કર્મના 2 કેસોમાં આરોપીઓને દયા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેમાં એક કેસ ઈન્દોર અને બીજો પૂણેનો હતો.

પોતાના કાર્યકાળમાં પ્રણવ મુખર્જીએ 4 દયાની અરજી પર ફાંસીની સજાને આજિવન કેદમાં બદલી હતી. જેમાં બિહારમાં 1992માં ઉચ્ચ જાતિના 34 લોકોની હત્યાના કેસમાં આરોપી હતા.રાષ્ટ્રપતિ રહેવા દરમિયાન પ્રણવ મુખર્જીએ 2017માં નવા વર્ષ પર કૃષ્ણા મોચી, નન્હેલાલ મોચી, વીર કુંવર પાસવાન અને ધર્મેન્દ્ર સિંહ ઉર્ફ ધારુ સિંહની ફાંસીની સજાને આજિવન કેદની સજામાં ફેરવી નાંખી હતી.

(7:46 pm IST)