Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખજીને વડા પ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સોનિયાગાંધી અને રાહુલગાંધીની અંજલિ

પૂર્વ રાષ્ટ્રપતિના નિધનથી દેશભરમાં શોક : કોંગ્રેસના દિગ્ગજ નેતાની વિદાયથી દેશને મોટી ખોટ પડશે

નવી દિલ્હી, તા. ૩૧ : દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું સોમવારે નિધન થયું છે. તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને દિલ્હીમાં આર્મી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પ્રણવ મુખરજીના દીકરા અભિજિત મુખરજીએ તેમના ટ્વીટમાં લખ્યું, ડૉક્ટર્સ અને આર. આર. હૉસ્પિટલના પ્રયાસો અને લોકોની પ્રાર્થના, દુઆ છતાં મારા પિતા પ્રણવ મુખરજીનું હમણાં જ નિધન થયું છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરતાં લખ્યું, પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતરત્ન પ્રણન મુખરજીના નિધન અંગે ખૂબ જ દુખ અનુભવું છું. તેઓ દેશની એકનિષ્ઠાથી દેશની સેવા કરનારા અનુભવી નેતા હતા.

                તેમની કારકિર્દી એ સમગ્ર દેશ માટે ગર્વ લેવાની બાબત છે. આધુનિક ભારતમાં એવા ઓછા નેતા હશે જેઓ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના કદને આંબી શક્યા હોય. બ્રેઈનની સર્જરી પહેલાં તેમનું કોરોના વાઇરસનું પરિક્ષણ કરાયું હતું, જે પૉઝિટિવ આવ્યું હતું. સર્જરી પહેલાં તેમણે જાતે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. પાંચ દાયકાથી લાંબી પોતાની રાજકીય કારકિર્દીમાં પ્રણવ મુખરજીએ લગભગ બધું જ મેળવી લીધું હતું. વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધી રાષ્ટ્રપતિ રહેલા પ્રણવ મુખરજીને કોઈ એક ખાસ શ્રેણીમાં મૂકવા કાઠું છે. જો તેઓ રાજનાયક હતા તો અર્થશાસ્ત્રીના તરીકે પણ ઓળખાતા હતા. શરૂઆતમાં તેઓ શિક્ષક અને પત્રકાર હતા.

તેઓ સરંક્ષણમંત્રી અને નાણામંત્રી રહ્યા હતા. મુખરજી ભારતીય બૅન્કોની સમિતિથી લઈને વર્લ્ડ બેંકના બૉર્ડના સભ્ય પણ રહ્યા હતા. લોકસભાના અધ્યક્ષ તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી. પ્રણવદાના નિધન પર  કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી પણ પણ દુખ વ્યક્ત કર્યું.

(8:04 pm IST)