Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રાજકોટમાં કોરોના બન્યો બેફામ : સતત બીજા દિ'2 એ આંક 80 ને પાર: સાંજે વધુ 37 રિપોર્ટ પોઝિટિવ

શહેરમાં છેલ્લા 24 કલાકમાં 81 કેસ નોંધાયા : આજે 38 દર્દીઓ સાજા થયા : કુલ આંક 3220એ પહોંચ્યો

dir="auto">રાજકોટ: શહેરનાં વિવિધ વિસ્તારમાં આજે સાંજે વધુ 37 અને બપોર સુધીનાં 44 સહિત આજે એક જ દિવસમાં સૌથી વધુ કુલ 81 કેસ નોંધાયા છે.ગઈકાલે પણ 83 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.આમ સતત બીજા દિવસે કેસનો આંક 80ને પાર થયો છે.
        આ આંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ 37 પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસનો આંક  3220એ પહોંચ્યો છે. હાલ 1408 દર્દીઓ  સારવાર હેઠળ છે. આજે 38 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

 
(8:27 pm IST)