Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ આંખ ક્યારે દેખાડશે? : કોંગ્રેસ

ચીનની ઘુસણખોરી અંગે વિપક્ષ દ્વારા આકરી ટીકા :પૂર્વી લદ્દાખના પેંગોંગ વિસ્તારમાં ચીની સેનાના જવાનોએ ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો જે ભારતીય સેના

નવી દિલ્હી, તા. ૩૧ : પૂર્વી લદ્દાખના પેંગોંગ વિસ્તારમાં ફરીથી ચીની સેના સાથે થયેલા ઘર્ષણ અંગે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જ સીધું નિશાન સાધ્યું છે. પેંગોંગમાં ચીની સૈનિકોએ કરેલા ઘુસણખોરીના પ્રયાસ અંગે કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું હતું,  દેશની જમીન પર કબ્જાનું નવું દુઃસાહસ. રોજ નવી ચીની ઘૂસણખોરી.
            પેંગોંગ વિસ્તાર, ગોગરા અને ગલવાન રેલી, ડેપસંગ પ્લેનસ, લિપુલેખ, ડોકા લૉ અને નાકુ લૉ નજીક. સેના તો ભારત માતાની રક્ષામાં નીડર ઊભી છે. પણ મોદીજીની લાલ આંખ ક્યારે દેખાડશે? એલએસી પર એકવાર ફરી ભારત અને ચીની સૈનિકોમાં ઘર્ષણ થયું છે. જોકે, આમાં કોઈ જાનહાનિ થઈ નથી. પૂર્વી લદ્દાખના પેંગોંગ વિસ્તારમાં ચીની સેનાના જવાનોએ ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. રિપોર્ટ અનુસાર ૨૯-૩૦ ઓગસ્ટની રાતે ચીની સેનાએ સમાધાનને તોડતા પૂર્વી લદ્દાખ નજીક ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો. ભારતીય જવાનોએ ચીની સેનાના આ પ્રયત્નને નાકામ કરી દીધો. પેંગોંગ લેકના દક્ષિણી કિનારે જ ચીની સેનાને ઘૂસણખોરી કરવાથી રોકવામાં આવ્યા. જે બાદ એલએસી પર તણાવપૂર્ણ માહોલ છે.

(9:20 pm IST)